Abtak Media Google News

11 મી જાન્યુયારીએ રીલીઝ થનાર ફિલ્મ એક્સીડેંટલ પ્રાઈમ મિનિસ્ટર માત્ર ટ્રેલર લોન્ચ થયાની સાથેજ વિવાદોમાં ઘેરાયું છે  વર્ષ 2014 ની લોકસભાની ચૂટણી  પેહલા મનમોહન સિંહના મીડિયા એડવાઈઝર સંજય બરુએ મનમોહન સિંહ ઉપર એક બાયોગ્રાફી લખી હતી , જોકે તે સમયે આ બાયોગ્રાફીની અસર એટલા માટે વધુ નહતી થઈ કારણે કે ભારતમાં વાંચક વર્ગ અલ્પસંખ્યક છે , ત્યારે ફરીથી લોકસભા 2019 ની ચૂટણીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યા છે ત્યારે આ ફ્લ્મે રાજનેતાઓની ઊંઘ હરામ કરી છે .

ફિલ્મમાં મનમોહન સિંહના પાત્રને અનુપમ ખેરે પૂરતો ન્યાય આપ્યો છે , જોકે આ માત્ર ,મનોરંજક ફિલ્મ છે , કારણકે જો તમારે મનમોહન સિંહની પોલિટિકલ જીવનની કોંટ્રોવર્સી જાણવી હોય તો સંજય બરુની ઓરીજનલ બૂક વાંચવી જોઈએ , ફિલ્મના ટ્રેલરમાં જ્યારે મનમોહન સતત ટીકા અને અપમાનથી કંટાળે છે ત્યારે સોનિયા ગાંધી પાસે જઈને બોલે છે , ” મે રિઝાઇન કરના ચાહતા હું ” ત્યારે સોનિયા કહે છે કે ” અભી એક કે બાદ ડૂસરા કરપ્શન સ્કેન્ડલ બહાર આ રહે હે , એસેમે રાહુલ કેસે ટેક ઓવેર કાર સકતા હૈ ” 2 મિનિટના ટ્રાઇલરમાં ઘણું બધુ કહી દેતી આ ફિલ્મ સામાન્ય નહીં હોય એમ માની ચાલી શકાય .

ફિલ્મમાં છોકખી રીતે દર્શાવે છે કે કેવી રીતે કોંગ્રેસ શાશન દરમ્યાન કેન્દ્ર અને વડાપ્રધાન વચ્ચે કામગીરી ચાલતી હતી મનમોહન શાંત રહતા માટે ફિલ્મ એવું બતાવે છે કે મનમોહનના 10ન વર્ષના વડાપ્રધાન પદમાં તેમનું  દોરી સંચાર સોનિયા ગાંધીના હાથમાં હતું , એક તરફ કોંગી નેતાઓ ફિલ્મને ન્યુટરલ રાખીને મત આપી રહ્યા છે , તો યૂટ્યૂબ ઉપર ચડેલું ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર ડિલીટ શા માટે થયું ?  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.