હિન્દુસ્તાનમાં હિન્દી ભાષાનું મહત્વ શું…?

hindi language day | national
hindi language day | national

હિન્દી ભાષાએ દેશની રાષ્ટ્રભાષા છે. પરંતુ હિન્દીને રાષ્ટ્રભાષા હોવા છતા પુરતુ મહત્વ અપાય છે….? આજનાં આ ઝડપી યુગમાં વાત કરીએ તો માતા-પિતાને પણ બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો શોખ છે. તો બાળકો ઉપર પ્રેસર કરવામાં આવે છે. તે વધુને વધુ દૈનિક વ્યવહારમાં પણ અંગ્રેજીનો ઉ૫યોગ કરે….પરંતુ આ દોડમાં આપણી પોતાની ભાષા કેટલી પાછળ રહી ગઇ છે તેનો અંદાજો જ નથી રહ્યો દેશનાં ૭૭% લોકો હિન્દી બોલે છે. લખે છે અને ભણે છે ત્યારે ૧૪ સપ્ટેમ્બરનો દિવસ એટલે ભારત માટે હિન્દી દિવસ….

ભારતને જ્યારે આઝાદી પ્રાપ્ત થઇ ત્યારે ભારતમાં અનેકો ભાષા બોલાતી હોવાથી કઇ ભાષાને આખો દેશ અપનાવે તે એક મહત્વનો પ્રશ્ન બન્યો હતો.  અને આખરે ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના દિવસે સંવિધાન સભાના એક મતથી હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. અને ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૩ના દિવસે પ્રથમ હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો હતો.

ત્યારથી અત્યાર સુધીમાં દેશની સરકાર અનેકવાર બદલાણી છે પરંતુ કોઇ સરકાર એવી નહોતી આવી જેને આપણી રાષ્ટ્રભાષાને પ્રાધાન્ય આપી દેશનાં મહત્વના વ્યવહારો માત્ર અંગ્રેજી જ નહિં હિન્દીમાં પણ કરવા કંઇ મહત્વનાં પગલા લીધા હોય. પરંતુ ભારત સરકારમાં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે નિમાયા ત્યારે તેમણે હિન્દી ભાષાનું મહત્વ સમજી દેશનાં મોટાભાગનાં વ્યવહારો, મહત્વનાં દસ્તાવેજો વગેરે માત્ર અંગ્રેજી જ નહિં પરંતુ હિન્દીમાં પણ તૈયાર કરવા જણાવ્યું હતું જેનાથી દેશમાં હિન્દીભાષી એવા દરેક વર્ણને સહેલાયથી સમજમાં આવે.

દેશમાં બોલાતી મોટાભાગની ભાષા હિન્દી પરથી આવી છે. અને હિન્દીનાં મુળ સંસ્કૃત ભાષામાં રહેલા છે. તો આ હિન્દી ભાષાનાં પ્રસાર માટે કેન્દ્રીય હિન્દી સંસ્થાન દુનિયાભરમાં કાર્યરત છે. ત્યારે અત્યાર સુધીમાં ૮૦ દેશોના ૫૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને હિન્દી શીખવ્યું છે. ત્યારે ભારતમાં જ હિન્દી ભાષાના મહત્વને સમજાવવા માટે હિન્દી મીડીયમ જેવી ફિલ્મ બનાવવી પડે છે. જેનાથી એટલો તો અંદાજ આવી શકે છે. કે હિન્દીનું સ્થાન છે. ભારતમા……..!!