Abtak Media Google News

દેશના ઘણા એવા મંદિરો છે જ્યા આખુ વર્ષ શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. લોકો પુજા અર્ચના કરી પોતાની અંતરઆત્માની શુધ્ધી કરતા હોય છે તો જાણીએ દેશના સૌથી માનીતા, જાણીતા, પુજાતા અને ચહીતા  મંદિરોને જેમાં કેવલ પુજા અર્ચના જ નહીં પરંતુ લોકો દાન પુણ્ય પણ કરતા હોય છે. તો અમુક મંદિરોમાં દાન પુણ્યનું પ્રમાણ એટલું વધી રહ્યું છે કે મંદિરો જાણે બેંક બની ગઇ હોય બેશુમાર આવકો ધરાવે છે. જે દેશના ટોચનાં ધનવાન મંદિરોનું સ્થાન ધરાવે છે.

સોમનાથ મંદિર :

Somnath Temple 1

આ મંદિર બાર જ્યોર્તિલિંગમાંનું એક છે જે વૈવિશાળ ઇતિહાસ ધરાવે છે. આ મંદિર ૩૩ કરોડનું વાર્ષિક દાન ધરાવે છે.

પદ્મનાભસ્વામી મંદિર :

Screenshot 1

આ મંદિર પાસે ૨૦ બિલિયન ડોલર એટલેકે ૧૩,૬૦,૯૯,૯૦,૦૦ રૂપિયાની સંપતિ ધરાવે છે. જે ભારતના સૌથી ધનવાન મંદિરોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

તિરુપતિ સ્થિત વ્યંકટેસ્વર મંદિર :

Tirumala 090615

આ મંદિર પ્રતિવર્ષ ૬૫૦ કરોડનું દાન મેળવે છે. અને ૭૫,૦૦,૦૦,૦૦૦ની કિંમતનું તો ફક્ત મિષ્ટાન્ન મેળવે છે.

શ્રી સાંઇબાબા મંદિર :

Maxresdefault 24

આ મંદિરમાં ૩૨ કરોડ રૂપિયાનું સોનુ અને ચાંદી છે. તેની સાથે જ ૬ લાખના ચલણી સિક્કા ધરાવે છે. જેને પ્રતિવર્ષ ૩૬૦ કરોડ રૂપિયાનુ દાન મળે છે.

વૈષ્ણો દેવી મંદિર :

Vaishnodevi1

આ મંદિર સૌથી વધુ દર્શનાર્થીઓ ધરાવતું મંદિર છે. જેમાં વાર્ષિક ૫૦૦ કરોડનું દાન થાય છે.

સિદ્વિવિનાયક મંદિર :

આ મંદિરમાં અસંખ્ય ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે. આ મંદિરમાં ૪૮થી લઇને ૧૨૫ કરોડ સુધીનું વાર્ષિક દાન થાય છે.

ગોલ્ડન ટેમ્પલ :

1 83

ગોલ્ડન ટેમ્પલ તેના સોનાનાં છત્રને લઇને ચર્ચામાં છે જેની ઉપર પવિત્ર ગુરૂગ્રથ સાહેબને રાખવામાં આવ્યા છે. જેની રચનાં અમુલ્ય ધાતુઓ, હિરા, માણેક આદી રત્નોથી કરવામાં આવી છે.

મદુરાઇ સ્થિત મીનાક્ષી મંદિર :

Meenakshi Temple Ili 334 Img 5

આ મંદિરમાં ભાવિકોની જબરી ભિડ જોવા મળતી હોય છે. જે પ્રતિવર્ષ ૬ કરોડનું દાન ધરાવે છે.

જગન્નાથ મંદિર :

800Px Rath Yatra Puri 07 11027

આ મંદિરની વાસ્તવિક સંપતિનો અંદાજ લગાડવો નામુમકિન જેવું છે. પરંતુ કહેવાય છે કે આ મંદિર પાસે ૧૩૦ કિલો સોનુ તેમજ ૨૨૦ કિલો ચાંદી છે. એક વખત દર્શને આવેલા યુરોપિયન ભક્તે ૧.૭૨ કરોડનું દાન આ મંદિરમાં કર્યુ હતું.

કાશી વિશ્વનાથ મંદિર :

Kashivishwanath 87 5

આ મંદિરમાં મુખ્ય ત્રણ ગુબ્બજ છે. જેમાં ૨ ગુબ્બજ પર સોનાની પરત ચડાવવામાં આવી છે. તો આ મંદિર ૪ થી ૫ કરોડનું વાર્ષિક દાન ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.