Abtak Media Google News

માત્ર ૪ કલાક ઉંઘ કરનાર યોગી લોકસભાના સૌથી એકટીવ સાંસદ હતા: ઉત્તરપ્રદેશમાં કોમી હિંસા સામે આંખ આડા કાન કરનાર અધિકારીઓ સામે કડક હો કામગીરી કરવા સરકારનો નિર્ધાર

ઉત્તરપ્રદેશની સત્તા સંભાળ્યા બાદ યોગી આદિત્યનાની જવાબદારીઓ અનેક ગણી વધી ગઈ છે.

અગાઉ જયારે તેઓ સાંસદ હતા ત્યારે માત્ર ચાર કલાક ઉંઘ કરી લોકો માટે કામ કરતા હતા. હવે તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે બિરાજમાન છે. તેઓ સંસદમાં સૌી એકટીવ હતા. હવે મુખ્યમંત્રી બની તેઓ અગાઉના તમામ મુખ્યમંત્રીઓી સા‚ કામ કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

આંકડા મુજબ લોકસભામાં યોગી આદિત્યનો પોતાના કાર્યકાળ દરમિયાન ૨૮૪ સવાલો પુછયા હતા.

તેમણે કુલ ૫૬ ડિબેટમાં ભાગ લીધો હતો.

તેમની હાજરી ૭૭ ટકા હતી, તેમણે ગત વર્ષે નવેમ્બરમાં યુનિફોર્મ સિવિલ કોડની ડિબેટમાં ભાગ લઈ આશ્ર્ચર્યજનક આંકડા રજૂ કર્યા હતા.

તેમણે હિન્દુઓની વસ્તી ઘણી ગઈ હોવાની વાત જાહેરમાં મુકી હતી.

યોગી આદિત્યના આધ્યાત્મના માર્ગે ચાલી લોકોના હિત માટે રાજકીય ગતિવિધિ કરી રહ્યાં હોવાનું તેમના ચાહકો માને છે.

નાની ઉંમરે રાજકીય ક્ષેત્રે તેમણે અનેકગણી સફળતા મેળવી છે.

નાની ઉંમરે મુખ્યમંત્રી બની દેશના સૌી મોટા રાજયની સત્તા સંભાળી છે. આ જવાબદારી નાની ન ગણી શકાય. સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને લોન માફીનું વચન આપ્યું છે.

હવે આ વચન પાળવા જતા બેંકો ઉપર ૨૭૨૪૦ કરોડનો બોજ પડવાનો છે ત્યારે સરકાર પોતાના વચનો પૂરા કરે તે ખુબજ મોટી ચેલેન્જ સમાન છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.