Abtak Media Google News

મેષ

Advertisement

આજે આપને પોતાને કામના બોજ નીચે દબાયેલા છો એવું લાગશે. આ મુંઝવણો કામ અને ઘર બંને સંબંધિત હોઈ શકે છે. આજે આપે શાંત રહીને પોતાની અગ્રતાઓને નક્કી કરવાની છે. પુરો પ્રયત્ન કરો કે આપ કામ અને ઘર બંનેમાંથી કોઈની પણ ઉપેક્ષા નકરો. એથી બધુંજ જલ્દી ઠીક થઈ જશે.

વૃષભ

આજે એ દિવસ છે જ્યારે આપ પોતાના અટકેલાં કામોને પુરા કરી શકશો. ખાક કરીને એવા કામો જેને પુરા કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મંજુરી લેવાની હોય છે. પોતાની પુરી તાકાતથી અને ઓળખણનો લાભ લઈને જેટલું જલ્દી થઈ શકે પોતાનું કામ પુરૂં કરાવી લેજો. ધ્યાનમાં રાખજો બધા આવશ્યક કાગળો તૈયાર રાખજો. આજે આપની તમામ પરેશાની કર થઈ જશે.

મિથુન

આજ આપ પોતાના દોસ્તોની સાથે ખૂબ નાચવા ગાવામાં વ્યસ્ત રહેશો. આપના દોસ્ત આજે આપના ઘરે પણ આવી શકે છે. એમનું દિલથી સ્વાગત કરો. એમને મળવાથી આપનો તનાવ સાવ ખત્મ થઈ જશે. એમની સાથે મળીને આપ પોતાની જુની યાદો ને તાજી કરી શકશો જેનાથી આપને ખૂબજ ખુશી થશે

કર્ક

આજે આપ કોઈક પારિવારિક સમારોહમાં ખૂબ નાચશો. આજકાલ આપનાં સંબંધો બધાની સાથે મધૂર છે. આ કારણે આપને પોતાનાઓથી ખૂબજ ખુશી મળશે. આ સોનેરી પળોનો ખૂબજ આનંદ લો કારણકે આ આજ પળો આગળ જઈને આપની મધુર સ્મૃતિઓ બની જશે.

સિંહ

એક પછી એક સમસ્યા ઉભી થવાને કારણે આપની માનસિક શાંતિ ભંગ થઈ શકે છે. એનો ઉપાય છે કે આપ એક એક કરીને સમસ્યાઓનો ઉકેલ લાવો. જો આપ આ સમસ્યાઓને ઉકેલી નથી શકતા તો આપ એ લોકોની મદદ લ્યો જેમના પર આપ વિશ્વાસ કરી શકો છો. મુશ્કેલમાંથી વધુ પરેશાન થશો. કારણકે એતો આવતી જતી હોય જ છે

કન્યા

આજે આપને વિદેશથી કોઈ ખુશખબર મળવાના સંકેત છે, જો આપના દોસ્ત અથવા પરિવારના લોકો વિદેશમાં રહે છે તો એ ખુશખબર એળના તરફ થી આવી શકે છે. આજે એ દિવસ છે કે આપને કોઈ વિદેશની યાત્રા માટે જાવું પડી શકે છે, અને આ વિદેશ યાત્રા આપને ઘણી મીઠી સ્મૃતિઓની યાદ અપાવશે.

તુલા

આજે ખાસ કરીને વિદેશ યાત્રાના એંઘાણ દેખાય છે. આપની આ યાત્રા કદાચ કામને લગતી હોય. ધ્યાનમાં રાખજો કે આપને આ યાત્રા સંબંધિત બધા દસ્તાવેજોની માહિતી બરોબર અપાઈ છે. જેથી આપને કોઈ મુશ્કેલી ન આવે.

વૃશ્ચિક

આજના દિવસની શરૂઆત કંઈક નિરાશામય હોઈ શકે છે. પરંતુ દિવસનો અંત સંતોષજનક હશે. આપની ધીરજ અને દૃઢતાનો આપની આસપાસના લોકો પર સારી અસર થશે. અને આપની દરેક સમસ્યાઓની મેળેજ ઉકલી જશે.

ધન

પોતાની ઉમરના લોકો વચ્ચે આજે આપની છબી ચમકી ઉઠશે. આજે નવી જવાબદારીઓ ફક્ત આપને સાથે આવશે એટલુંજ નહી બલ્કે ઈનામ પણ લાવશે. પોતાની આ ઓળખાણ અને સન્માનનો પુરેપુરો આનંદ લો. પરંતુ ધ્યાન રાખજો કે કોઈપણ કારણે આપની છબી બગડે નહી.

મકર

આજ આપે આપનાં વિચારોને સ્પષ્ટતાપૂર્વક વ્યક્ત કરવાની કોશીશ કરવી જોઈએ. આપ અનુપમ વિચારોથી ભરેલા છો પરંતુ આ વિચાર પોતાનું મહત્વ ખોઈ દેશે જો આપ એને બરોબર વ્યક્ત નહીં કરી શકો. જે બોલો તે ધીરેથી અને સ્પષ્ટતાપૂર્વક બોલો, સાથે એ પણ ધ્યાનમાં રાખ જો કે સાંભળવાવાળી વ્યક્તિ આપને સારી રીતે સમજી રહેલ છે કે નહીં. એવો પ્રયાસ કરજો કે સામેવાળી વ્યક્તિ એવું જ સમજે જે આપ કહેવા ચાહો છો. એથી આપ અંતમા ઘણી બધી પરેશાનીઓથી બચી જશો.

કુંભ

આજે આપ પોતાનાઓ તમારા પ્રત્યે મદદરૂપ છે એવું અનુભવશો. અને એમના નાના નાના પ્રયાસો આપના હૃદયને સ્પર્શી જશે. એમની મદદ અને પ્રેમ ને કારણે આપ એમના આભારી થશેજ. ધ્યાનમાં રાખજો કે આપની મદદ અને પ્રેમ બદલ એમનો આભાર માનતા ન ભૂલશો. ભલે એ મદદ નાની હોય કે મોટી.

મીન

આજે આપને એવું લાગશે કે આપે કોઈ સલાહકાર, ખાસ કરીને કોઈ વરિષ્ઠ વ્યક્તિને પોતાના માર્ગદર્શન માટે બોલાવવી જોઈએ. આપ કદાચ પોતાની જીંદગીની બાબતમાં કંઈક મુંજવણમાં હોઈ શકો છો અથવા કોઈ ખાસ પરિસ્થિતિમાં એમાંથી બાહર નીકળી શકતા નથી. આપનું કોઈ વડીલ કદાચ આપને સાચી સલાહ આવી શકશે. જેનાથી આપને ફાયદો થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.