Abtak Media Google News

કોરોના ઇફેક્ટથી હોસ્પિટાલિટી ધરખમ ફેરફારો આવશે. બૂફે બંધ કરી દેવાશે તથા રેસ્ટોરાંની ક્ષમતા પણ અડધી કરી દેવામાં આવશે. વેઈટર ગ્લોવ્ઝ અને માસ્ક સાથે સર્વિસ આપાશે.

  • પ્લેટ, બાઉલ, ચમચી બધું ઉપયોગ કર્યા બાદ ડિશવોશરમાં સ્ટીમથી સાફ કરીને ઉપયોગમાં લેવાશે.
  • નેપકીન કપડાને બદલે યુઝ એન્ડ થ્રો હશે
  • ક્યૂ આર કોડ સ્કેન થાય તો સ્માર્ટફોન પર જ મેનુ આવી જશે તેમાંથી પણ ઓર્ડર આપી શકાશે
  • બે ટેબલ વચ્ચે વધુ અંતર રખાશે, ટેબલ પર ટેબલ ક્લોથ નહીં હોય
  • ઓર્ડર અપાય ત્યારે જ ટેબલ ક્લોથ પાથરવામાં આવશે
  • હોટલમાં તાપમાન ચેક થશે. હેલ્થ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે
  • આઇકાર્ડની ડિજિટલ કોપી આપવી પડશે
  • રૂમમાં સાબુ, શેમ્પૂ ઉપરાંત સેનિટાઈઝર અને માસ્ક રખાશે

હજુ સરકારની કોઇ ચોક્કસ ગાઈડલાઈન આવી નથી પણ હોટલ સંચાલકો દ્વારા ઉપર મુજબની તકેદારી રાખવામા આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.