Abtak Media Google News

વ્હોટ્સએપ તેના આવતા અપડેટમાં HD વીડિયો ફીચર લાવવા જઇ રહ્યું છે. WABetaInfo રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપ  બીટા વર્ઝનમાં આ ફીચરનું ટેસ્ટિંગ ચાલુ છે.

આ ફીચરની વ્હોટ્સએપ યુઝર્સને HD વીડિયો સેન્ડ કરવાનો વિકલ્પ મળી રહેશે . જેમાં વોટ્સએપમાં વીડિયોને ઓછું કમ્પ્રેસ કરીને સેન્ડ કરશે.

Screenshot 2 17

WABetaInfo  દ્વારા શેર કરવામાં આવેલા Tweet અને સ્ક્રીનશૉટમાં જોઈ શકાય છે કે HD વીડિયો શેરનો ઓપ્શન બાજુમાં જ દેખાય છે. HD વીડિયો શેર કરતી વખતે ‘HD’ વોટરમાર્ક જોવા મળે છે.

WABetaInfo અનુસાર, સાથો સાથ HD સ્ટાન્ડર્ડ ક્વોલિટી ફોટોસ શેરિંગનું ફીચર પણ  WhatsApp બીટા વર્ઝનમાં એન્ડ્રોઇડ યુઝર્સ અને Apple યુઝર્સ માટે ટેસ્ટિંગ ચાલુ છે.

Screenshot 4 17

 આ ફીચરનું અપડેટ ક્યાથી મળી રહેશે ???

જ્યારે વ્હોટ્સએપમાં વીડિયો શેર કરશો  ત્યારે યુઝર્સને ક્રોપ આઇકોનની બાજુમાં HD વીડિયો શેરિંગનું આઇકન દેખાશે અને તેવી જ રીતે યુઝર્સ ઇમેજ શેર કરશે, ત્યારે HD ઇમેજ શેરિંગનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી યુઝર્સ HD ફોટોસ અને વિડિઓ શેર કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.