Abtak Media Google News
  • ચેટને ટ્રેસ કરવાની સાથે, પ્રથમ વખત સંદેશ ક્યાંથી અને કોને મોકલવામાં આવ્યો હતો તે વિગતો જાહેર કરવા સામે વોટ્સએપનો નનૈયો : દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહેલા પ્રકરણ ઉપર દેશભરની નજર

અત્યારે કરોડો લોકોની આદત બનેલું વોટ્સએપ ભારતમાં પોતાની સેકઆ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યું છે.  કંપનીએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે જો તેને મેસેજનું એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારત છોડી દેશે.

Advertisement

વાસ્તવમાં, મેટા, વોટ્સએપ અને ફેસબુકના બે મોટા પ્લેટફોર્મે નવા સંશોધિત આઈટી નિયમો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.  કંપનીએ કોર્ટમાં કહ્યું કે નવા નિયમોના કારણે યુઝરની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે.  સરકારે આ માટે પ્લેટફોર્મની સલાહ પણ લીધી ન હતી.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એ એક સંચાર પ્રણાલી છે જેમાં સંદેશ મોકલનાર અને સંદેશ પ્રાપ્ત કરનાર સિવાય કોઈ સામેલ નથી.  કંપની પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનમાં યુઝર્સના મેસેજ જોઈ શકતી નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે 2021ના નવા સંશોધિત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી  નિયમોને પડકાર્યા છે.  આ નિયમો હેઠળ, ચેટને ટ્રેસ કરવાની સાથે, વોટ્સએપે એ પણ શોધવાનું રહેશે કે પ્રથમ વખત સંદેશ ક્યાંથી અને કોને મોકલવામાં આવ્યો હતો.

અગાઉ, કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે વ્હોટ્સએપ અને ફેસબુક વેપાર અથવા વ્યવસાયિક હેતુઓ માટે વપરાશકર્તાઓની માહિતીનું મુદ્રીકરણ કરે છે.  તેથી, કાયદેસર રીતે કંપની દાવો કરી શકતી નથી કે તે ગોપનીયતાનું રક્ષણ કરે છે.

સરકારે કહ્યું કે વોટ્સએપ પહેલાથી જ ભારતમાં યુઝર્સને દેશની અંદર કોઈપણ વિવાદનો ઉકેલ લાવવાનો અધિકાર આપતું નથી, આ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. જો આઇટી નિયમો 2021 લાગુ કરવામાં નહીં આવે, તો એજન્સીઓને નકલી સંદેશાના સ્ત્રોતને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.  આવા સંદેશાઓ અન્ય પ્લેટફોર્મ પર ફેલાશે, જે સમાજમાં શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે છે.

ઈન્ટરનેટ ખુલ્લું, સલામત અને ભરોસાપાત્ર હોવું જોઈએ અને પ્લેટફોર્મ વપરાશકર્તાઓ માટે જવાબદાર હોવા જોઈએ.  ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાની કોઈને મંજૂરી આપી શકાય નહીં.

સુપ્રીમ પણ ઓફિશિયલ રીતે વોટ્સએપનો ઉપયોગ કરે છે!

ટેક્નોલોજીની મદદથી ભારતની સર્વોચ્ચ અદાલતે પણ ઝડપથી વિકસતા વિશ્વ સાથે તાલ મિલાવવાનું શરૂ કર્યું છે.  હવે કેસની વિગતો વોટ્સએપ પર પણ શેર કરવામાં આવશે, જે આજકાલ વાતચીતનું મુખ્ય માધ્યમ બની ગયું છે. અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટ હવે કેસની સૂચિ અને સૂચિબદ્ધ કેસ સાથે સંબંધિત માહિતી વકીલો સાથે વોટ્સએપ પર શેર કરશે.  આ જાહેરાત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કરી છે અને આ ફેરફારને ‘બિગ બેંગ’ ગણાવ્યો છે.  તેણે સુપ્રી         મ કોર્ટનો સત્તાવાર વોટ્સએપ નંબર પણ શેર કર્યો અને કહ્યું કે આ નંબર પર કોઈ કોલ કરી શકાશે નહીં અને મેસેજ પણ મોકલી શકાશે નહીં.  આ સુવિધા શરૂ કરતી વખતે, સીજેઆઈએ કહ્યું કે તે કામ કરવાની રીતમાં વ્યાપક પરિવર્તન લાવશે અને મોટા પાયે કાગળની બચત પણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.