Abtak Media Google News

ઓરિસ્સા સહિત દેશના ચાર રાજ્યોમાં બે દિવસ સુધી ચક્રવાતી વાવાઝોડું ફેનીની અસર જોવા મળી છે.ત્યારે ઓરિસ્સામાં ફેનીની તબાહીથી 6 લોકોના મોત થયા છે.ત્યારે મનમાં એ સવાલ થાય છે કે આવા વાવાઝોડાના નામ રાખવાની પ્રથા ક્યારથી શરૂ થઈ એ પ્રશ્ન મનમાં ઉદ્દભવે, આજે તમને જણાવશું  કે વાવાઝોડાનું નામ રાખવાની પ્રથા ક્યારથી શરૂ થઈ? શામાટે નામ રાખવામા આવે છે?

અરબ સાગર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતા દરિયાઈ વાવાઝોડાનું નામ રાખવાની પ્રથા 15 વર્ષ પહેલા એટલે કે 2004થી શરૂ થઈ. તે માટે એક યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં આઠ દેશ સામેલ છે. આઠ દેશોના ક્રમાનુસાર આઠ નામ આપવાના છે. જ્યારે જે દેશનો નંબર આવે છે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાંનું નામકરણ કરવામાં આવે છે. ફેની નામ બાંગ્લાદેશે આપ્યું છે.

8 દેશો દ્વારા વાવાઝોડાંના નામ આપવામાં આવ્યા છે. તેમાં બાંગ્લાદેશ. ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે. દરેક દેશ દ્વારા આઠ નામ આપવામાં આવ્યા છે. આમ વાવાઝોડાંના કુલ 64 નામ છે.

2004માં જ્યારે વાવાઝોડાંના નામ આપવાની પરંપરા શરુ થઈ તો, આલ્ફાબેટ પ્રમાણે આવતા દેશના નામ પ્રમાણે શરૂઆત બાંગ્લાદેશથી થઈ. તેઓએ સૌપ્રથમ વાવાઝોડાંનું નામ ઓનિલ આપ્યું. જે બાદ જે વાવાઝોડાં આવ્યાં તેના નામ આલ્ફાબેટ પ્રમાણે આવતાં દેશોએ નક્કી કર્યા. જેને લઈને 8*8નું એક ટેબલ પણ બનાવવામાં આવ્યું.

જ્યારે આ નામ આપવાનું ક્રમાનુસાર પૂર્ણ થઈ જશે તો ફરી એકવખત તેને ઉપરથી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી આ ટેબલ મુજબ સાત લાઈન પૂર્ણ થઈ ગઈ છે. ફેની આઠમી કોલમમાં પહેલું નામ છે. ત્યારે હવે જે વાવાઝોડું આવશે તેનું નામ ભારત તરફથી આપવામાં આવશે, જે વાયુ હશે. આ લિસ્ટમાં છેલ્લું નામ અમ્ફાન હશે જે થાઈલેન્ડ દ્વારા આપવામાં આવેલું છે.

એક સવાલ સામાન્ય રીતે થાય જ કે વાવાઝોડાંને નામ શું કરવા આપવું જોઈએ? જોકે તેના અમુક કારણ માનવામાં આવે છે. વાવાઝોડાંને નામ આપવામાં આવ્યું હોવાથી મીડિયાને રિપોર્ટ કરવામાં સરળતા રહે છે. નામના કારણે લોકો ચેતવણીને વધારે ગંભીરતાથી લે છે અમે તેનાથી બચવા જે તૈયારી કરવામાં આવે છે તેમાં પણ સરળતા રહે છે. સામાન્ય જનતા પણ વાવાઝોડાંના નામનું સૂચન જે તે વિભાગોને આપી શકે છે.

જો કે તે માટે નિયમ છે. બે શરતો પ્રાથમિક છે. પહેલી શરત કે નામ નાનું હોય અને સરળ હોય. બીજી શરત કે જ્યારે તે વિશે માહિતી આપવામાં આવે ત્યારે લોકો તે સમજી શકે તેવું નામ હોવું જોઈએ. એક સૂચન એવું પણ છે કે, સાંસ્કૃતિક રીતે વાવાઝોડાંનું નામ સંવેદનશીલ ન હોવું જોઈએ અને તે દ્વીઅર્થી ન હોવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.