Abtak Media Google News

આરટીઇ હેઠળ પ્રવેશ પાત્ર ૫૬,૫૮૯ ગરીબ બાળકો તેમના શિક્ષા અધિકારથી હજુ વંચિત!!!

રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત તમામ વર્ગના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો હક પ્રાપ્ત છે પરંતુ કયાંકને કયાંક બાળકો પાસેથી આ હકક છીનવાતો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતભરની શાળાઓમાં આટીઇ એકટ હેઠળ ગરીબ બાળકોને સરકાર દ્વારા પ્રવેશ અપાય છે. પણ આ કામગીરીમાં તંત્ર ઊણું ઉતર્યુ હોય તેમ હજુ ઘણાં બાળકોને શાળામાં પ્રવેશ નથી મળ્યો.

Advertisement

કાર્યક્રરોએ આરોપ લગાવ્યો છે કે સરકાર સહીત શાળા અને શિક્ષા વિભાગના અધિકારીઓ પણ આ માટે જવાબદાર છે. તેઓ શિક્ષણના અધિકારી ગરીબ બાળકો પાસેથી છીનવાની કોશીષ કરી રહ્યા છે. આરટીઇ હેઠળ શાળા પ્રવેશના બીજા રાઉન્ડમાં બીનજરુરી વિલંબએ ઘણાં પ્રશ્ર્નો ઉઠાવે છે. સરકાર કહે છે રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત વ્યવસ્થીત કામ થઇ રહ્યું છે.

શાળા સંચાલકો પણ આ જ બણગાં ફૂંકે છે તો પછી બાળકોને શા માટે હજુ પ્રવેશ નથી મળી રહ્યા ? બધુ વ્યવસ્થીત ચાલે જ છે તો રાઇટ ટુ એજયુકેશન કયા ખોટું સાબિત થઇ રહ્યું છે તેવા અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.જણાવી દઇએ રાજયમાં આરટીઇ માટે ૧,રપ,૭૮૪ સીટો મંજુર થઇ છે.

જેમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર ૭૨,૨૯૪ વિઘાર્થીઓને જ શાળા પાઠવાઇ છે તેમાંથી પણ ૩૦૯૭ વિઘાર્થીઓની અરજીનો અસ્વીકાર કરી દેવાયો છે. આરટીઇ પ્રવેશ પાત્ર ૫૬,૫૮૯ વિઘાર્થીઓને હજુ સુધી શાળા પાઠવાઇ નથી.

આ મુદ્દે સરકારનું કહેવું છે કે અલ્યસંખ્યક ખાનગી સ્કુલોએ કાર્યવાહી પર રોક લગાવતા આરટીઇ અંતર્ગત શાળા પ્રવેશમાં વિલંબ થયો છે. આરટીઇના એક કાર્યકર્તાએ કહ્યું કે ૩૦૦ જેટલી અલ્પસંખ્યક સ્કુલોનું સરકારને બહાનું મળી ગયું છે. આ ૩૦૦ સ્કુલોને અલગ રાખી બાકીની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.