Abtak Media Google News

હાર્દિકનો મરણીયો પ્રયાસ

૨૫મી ઓગષ્ટે અનામત માટે છેલ્લી લડત

પાટીદાર ક્રાંતિ દિવસના રોજ ઉપવાસ આંદોલન પર હાર્દિક પટેલ બેસશે

કાં તો જીવ જશે, કાં તો અનામત મળશે: હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પાટીદારો માટે અનામતની માંગ સો આમરણાંત ઉપવાસની જાહેરાત કરી આરપારની લડાઈના મંડાણ કર્યા છે. હાર્દિક પટેલે આગામી પાટીદાર શહિદ દિવસ એટલે કે ૨૫ ઓગષ્ટી પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Advertisement

હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસને અનામત માટેની છેલ્લી લડત ગણાવતા ફેસબુક લાઈવ દ્વારા કહ્યું હતું કે, અનામતની લડાઈના ત્રણ વર્ષ પૂરા ઈ રહ્યાં છે ત્યારે પાટીદાર શહિદ દિવસી હું આમરણાંત ઉપવાસ પર બેસવાનો છું અને હવે આ છેલ્લી લડાઈ છે. પાટીદાર સમાજને અનામત ન મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ જ રહેશે. ‘કાં તો મારો જીવ જશે, કાં તો અનામત મળશે’ તેવું પણ હાર્દિક પટેલે કહ્યું હતું.

પાટીદાર અનામત આંદોલન સમીતી દ્વારા પાટીદાર શહિદ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અગાઉ મે મહિનામાં હાર્દિક પટેલે કરો યા મરો જેવી સ્થિતિ હોવાની ટકોર કરી હતી. હાર્દિકે ગઈકાલે કહ્યું હતું કે, બેરોજગારી અને ખેડૂતોની મુશ્કેલીઓ મારી પ્રામિક લડાઈ છે પરંતુ ગુજરાતમાં જનતાને લગતો કોઈ મુદ્દો હશે ત્યારે હું લડાઈમાં પહેલો ઉભો રહીશ.

હાર્દિકે ફેસબુક લાઈવમાં ગુજરાતમાં દારૂબંધી બાબતે કરેલી જનતા રેડ, યુવતીઓ સોના ફોટા વગેરે મુદ્દે પણ વાતો કરી હતી.તેણે કહ્યું હતું કે, હું કોઈ પક્ષના ખોળામાં બેસવાનો નથી, અનામત માટેની લડાઈ ચાલુ જ રહેશે.

આપણે અંદરો અંદરના વાદ-વિવાદ સામે પણ લડવું પડશે. આપણે ભેદભાવો ભુલીને આગળ આવીને અનામત મુદ્દે લડવું પડશે. અનામતને ભડકાવનારા મુદ્દાઓ વિશે પણ વિચારવું પડશે. તમે મારો વિરોધ કરો તેનો વાંધો નહીં પરંતુ મને સલાહની જગ્યાએ સહયોગ આપો.

હાર્દિક પટેલ ઘણા સમયી પાટીદારોની અનામત માટેની લડાઈ લડી રહ્યો છે. અત્યાર સુધી અનેક રેલીઓ અને સભા હાર્દિક પટેલે સંબોધી છે. હાર્દિક હવે આરપારની લડાઈના મુડમાં છે. કોંગ્રેસને ખુલ્લેઆમ ટેકો આપ્યા બાદ હાર્દિક પટેલ હવે આમરણાંત ઉપવાસ પર બેસશે જેના શું પરિણામો આવશે તે આગામી ૨૫મી ઓગષ્ટ બાદ જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.