Abtak Media Google News

અમરેલી પોલીસે દામનગર પાસેના સુવાગઢમાંથી સવા પાંચ વિઘાનું ગાંજાનું વાવેતર પકડયું પરંતુ મુળ સુધી પહોચવામાં પોલીસ ગોટે ચડી

૨૫ વર્ષ પહેલાં ગાંજા સાથે ઝડપાયેલા વૃધ્ધ નિર્દોષ છુટતાં પુત્ર અને પૌત્ર સાથે ગાંજાની ખેતી ચાલુ રાખી

ગાંજાનું બિયારણ કયાંથી લાવતા અને ૨૫ વર્ષ સુધી ખેતી કરવા છતાં પોલીસને કેમ માહિતી ન મળી સહિતના મુદે તપાસ

૧૭૦૦ કિલો ગાંજાને વાઢવા માટે પોલીસે મજુર રાખવા પડયા: સૌરાષ્ટ્રમાં ગાંજાનું વેચાણ થતું હોવાની પોલીસને શંકા

અમરેલી જિલ્લાના દામનગર નજીક આવેલા સુવાગઢ ગામે પોલીસે ગત તા.૧૬મીએ સવા પાંચ વિઘામાં થયેલા ગાંજાનું વાવેતર પકડી ખેતર માલિક ૮૦ વર્ષના વૃધ્ધ, તેના પુત્ર અને પૌત્રની ધરપકડ કરી છે. ઝડપાયેલા ચારેય શખ્સોની પૂછપરછમાં તેઓ છેલ્લા ૨૫ વર્ષથી ગાંજાની ખેતી કપાસની ખેતી કરતા હોય તે રીતે બેરોકટોક કરતા હોવાની ચોકાવનારી કબુલાત આપી છે. ચારેય શખ્સોની કબુલાત બાદ તેઓ ગાંજાનું વાવેતર કર્યા બાદ ૨૫ વર્ષથી વેચાણ કયાં અને કોને કરતા હતા તે અંગેની માહિતી મેળવવામાં સમગ્ર અમરેલી જિલ્લાની પોલીસ ટીમ કામે લાગી છે. હજી સુધી તેઓ બિયારણ કયાંથી મેળવતા અને કંઇ રીતે નેટવર્ક ચલાવતા તે અંગેની માહિતી મેળવવામાં પોલીસ નિષ્ફળ રહેતા તપાસનીશ અધિકારીઓએ તપાસનો વિષય હોવાનું અને તપાસ ચાલી રહી હોવાનું કહી ગંભીર તપાસમાં પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રયાસ થઇ રહ્યો છે.

મુળ સ્વામીના ગઢડા તાલુકાના જલાલપુરના વતની અને લાઠી તાલુકાના દામનગર નજીક સુવાગઢ ગામે વડીલો પાર્જીત ખેતીની જમીનમાં ગાંજાનું વાવેતર કરતા ૮૦ વર્ષના લખમણભાઇ રાણાભાઇ ગોલેતર, તેના પુત્ર જગદીશભાઇ લખમણભાઇ ગોલેતર, પૌત્ર ઓધવજી લખમણ અને નકળંગ લખમણ ગોલેતરની ધરપકડ કરી છે. રજપૂત પરિવારની વડીલો પાર્જીત ખેતીની સવા પાંચ વિઘામાં ગાંજાનું વાવેતર પર પોલીસે દરોડો પાડી રૂા.૯ લાખની કિંમતના ૨૫,૩૭૪ ગાંજાના લીલા છોડ કબ્જે કરી ચારેય સામે એનડીપીએસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ચારેયની પૂછપરછ કરતા ૮૦ વર્ષના લખમણભાઇ ગોલેતર ગાંજાના બંધાણી હોવાથી તેઓએ ૧૯૯૫માં ગાંજાનું વાવેતર કરતા તેની પોલીસે ધરપકડ કરી હતી. ૨૫ વર્ષ પહેલાં પકડાયેલા ગાંજાના ગુનામાં નિર્દોષ છુટતા તેઓને જેલમાંથી છુટી ગાંજાની ખેતીને પોતાની આજીવીકા બનાવી કપાસનું વાવેતર કરતા હોય તે રીતે છેલ્લા ૨૫ વર્ષથી ગાંજાની ખેતી ચાલુ કરી હતી. ગાંજાની ખેતીમાં લખમણભાઇ ત્યાર બાદ તેના પુત્ર અને પૌત્ર પણ જોડાયા હતા એટલે ત્રણ પેઢીથી પાંચ વિઘા જમીનમાં ગાંજાની ખેતી થતી હોવા છતાં પોલીસ કેમ અજાણ રહી તે અંગે સવાલ થઇ રહ્યો છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 4

ગાંજાનું બિયારણ કયાંથી મેળવતા અને ગાંજાનો પાક તૈયાર થયા બાદ તેઓ કયાં વેચાણ કરતા તે અંગેની વિગત મેળવવા પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે આઠ દિવસના રિમાન્ડ પર સોપવામાં આવ્યાનું અમરેલી સીપીઆઇ મકવાણાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તેમજ તેઓ ગાંજાનું બિયારમ કયાંથી મેળવતા અને ગાંજાનું વેચાણ કોને તેમજ કંઇ રીતે કરતા તે અંગે પૂછપરછ ચાલી રહ્યાનું જણાવ્યું હતું.

ગાંજાના વાવેતર સાથે ઝડપાલેયા ચારેય શખ્સો પૈકી નકળંગ ગોલેતર સામાજીક કાર્યકર હોવાનું અને ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની ચાલતી લડતમાં સક્રીય કાર્યકર હોવાનું જાણવા મળે છે.

ગાંજાનો નશો સમાન્ય રીતે બાવા-સાધુ કરતા હોવાથી ગાંજાનું વેચાણ ચારેય શખ્સો સૌરાષ્ટ્રમાં જ કરતા હોવાની શંકા છે. તેમ છતાં આ અંગે ઉંડી તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા નિલપ્ત રાયના માર્ગ દર્શન હેઠળ સમગ્ર જિલ્લાની પોલીસ ટીમ કામે લાગી છે.

લક્ષ્મણભાઇ ગોલેતર ૨૫ વર્ષ પહેલાં ગાંજા સાથે ઝડપાયા બાદ તેઓ નિર્દોષ છુટયા હોવાથી તેઓની હિમ્મત વધી હોવાનું પોલીસ અનુમાન કરી રહી તેમજ અન્ય પાક કરતા ગાંજાની ખેતીમાં આવક વધુ રહેતી હોવાથી ગાંજાનું વાવેતર થતું હોવા સહિતની પોલીસ દ્વારા માહિત મેળવવામાં આવી છે. પણ તેઓ કોને વેચાણ કરતા અને બિયારણ કયાંથી લાવતા તે અંગેની પોલીસ પાસે કંઇ માહિતી ન હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.