Abtak Media Google News

કોરોના વાઈરસની બીજી લહેરે ભારતભરમાં હાહાકાર મચાવી દીધો છે. ખતરનાક ગતિએ કેસ વધતા મૃત્યુદરમાં પણ ઝડપભેર વધારો થયો છે. વાઈરસના ધમાસણ સામે આરોગ્ય સેવાની ઘટ સર્જાતા દેશમાં સ્વાસ્થ્ય કટોકટી ઊભી થઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. ઓક્સિજન, રેમડેસીવીર ઈન્જેક્શન તેમજ હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા ખૂટી પડતા મોટું જોખમ ઉભું થયું છે. ત્યારે કોરોનાના આ કપરાકાળમાં વિશ્વભરના દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. ઓક્સિજન, ઓક્સિજન ઉત્પાદન માટેના પ્લાન્ટ, ઉપકરણો વગેરે ફ્રી ઓફ ચાર્જ ભારતમાં મોકલાયા છે. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ સિંગાપોર, ફ્રાન્સ, જર્મની,રશિયા તેમજ આયર્લેન્ડ,ઓસ્ટ્રેલિયા

સાઉદી અરેબિયા,હોંગકોંગ, કતાર અને થાઇલેન્ડ સહિતના દેશો ભારતની મદદે દોડ્યા છે.

ભારતને ભલાઈનું આ ફળ મળ્યું છે તેમજ સરકારની દૂરંદેશી વિદેશ નીતિને કારણે વિશ્વભરના દેશો સહાય માટે આગળ આવ્યા છે. તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે ભારતના આ કપરાકાળમાં મદદ કરવા માટે વિશ્વભરમાંથી 40 જેટલા દેશો આગળ આવ્યા છે. આજરોજ કતાર તરફથી 300 ટન જેટલો મેડિકલ સહાયનો જથ્થો ભારત પહોંચી આવ્યો છે. જેમાં પીપીઈ કીટ માટેના ઉપકરણો, ઓક્સિજન સિલિન્ડર વગેરેનો સમાવેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.