Abtak Media Google News

કોરોનામાંથી બચવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ છે. પરંતુ વાયરસે ફરી માથુ ઉંચકતા મોટુ જોખમ ફરી ઉભુ થયું છે. હાલ રસીકરણની ઝુંબેશ ગુજરાત સહિત દેશભરમાં વેગવંતી બનાવાઈ છે. પ્રથમ તબકકામાં 3 કરોડ કોરોના વોરિયર્સને રસી અપાયા બાદ હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે, તમામ લોકોને એટલ કે તમામ વયના લોકોને રસી આપવામાં આવે તેવી સીઆઈઆઈએ માંગ કરી છે. અને સરકાર સમક્ષ રજૂઅત કરી છે. પરંતુ શું ઉંમરનાં બાધ વિના દરેકને રસી આપવાથી મહામારીમાંથી બચી શકાશે? તેવા પ્રશ્ર્નો પણ ઉભા થાય છે.

ચેમ્બરે જણાવ્યું કે હાલના સમયમાં લોકડાઉન કોઈ સમાધાન નથી માટે જાહેર સ્થળો અને કાર્યસ્થળો પર કડક કોવિડ સંબંધિત પ્રોટોકોલ જાળવવા જોઈએ. નિયમોનું પાલન જ મહામારીમાંથી બચાવી શકે. સીઆઈઆઈએ સરકાર દ્વારા રસીના ઉત્પાદન, સપ્લાય અને વિતરણ માટે જે કંઈ પણ નિર્ણય લેવાય છે તેના પર ઝડપી પગલા ભરવા હાકલ કરી છે. સીઆઈઆઈના પ્રમુખ ઉદય કોટકે કહ્યું કે સમાજના તમામ વર્ગ દ્વારા સલામતી અને સ્વચ્છતા પ્રોટોકોલના સખત અનુસરણ અને તેનું અમલીકરણ થવું જોઈએ. અને આ માટે તમામ વયજૂથના લોકો માટે રસીકરણ ઝુંબેશ શરૂ કરી દેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.