Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર છવાયેલા રહે છે. આ બંને દ્વારા જે પણ ટ્વિટ કે પોસ્ટ કરવામાં આવે તેને લોકો દ્વારા ખુબ સારો અભિપ્રાય મળે છે. થોડા સમય પહેલા બંને એ એક બાળકોનો જીવ બચાવવા લોકોને અપીલ કરી હતી.

વાત એમ છે કે અયાંશ ગુપ્તા નામનું એક બાળક સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિત છે, તેની સારવારમાં દુનિયાની સૌથી મોંઘી દવાની જરૂર હતી. આ વાતની જાણ વિરાટ અને અનુષ્કાને થતા 16 કરોડ રૂપિયા એકત્રિત કરીને એક બાળકનો જીવ બચાવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે.


બાળકના માતા પિતા દ્વારા સારવાર માટે ટ્વિટ કરી મદદ માંગી હતી. થોડા સમયમાં આ ટ્વિટ વાયરલ થયુંને લોકો દ્વારા મદદ મળી. જયારે અયાંશની સારવાર માટે જરૂર રકમ મળી ગયા ત્યારે અયાંશ ફાઈટ SMA કરીને ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરતા કહ્યું કે , ‘અમે કયારેય વિચાર્યું નહોતું કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં આટલો સુંદર અંત હશે. અમને એ કહેતા ખૂબ જ ખુશી થઇ રહી છે કે અયાંશની દવાઓ માટે 16 કરોડ રૂપિયાની જરૂર હતી અને આ રકમ અમે પ્રાપ્ત કરી લીધી છે. એ બધાનો ખૂબ જ આભાર જેમણે અમારું સમર્થન કર્યું. આ તમારી જીત છે.’

કોહલી અને અનુષ્કા સિવાય ઇમરાન હાશ્મી, સારા અલી ખાન, અર્જુન કપૂર અને રાજકુમાર રાવ જેવી કેટલીય બીજી હસતીઓએ પણ આયુષના માતા-પિતાની મદદ કરી હતી. આની પહેલાં વિરૂષ્કાએ કોરોનાની વિરૂદ્ધ અભિયાનમાં ફંડ રેન્જિંગ કેમ્પેઇન દ્વારા 11 કરોડની રકમ એકત્રિત કરી હતી. આ પૈસાથી ઓક્સિજન અને બીજી જરૂરી વસ્તુઓ આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.