Abtak Media Google News

નામાંકિત કંપની સાથે કાર્યરત 40 સમલૈંગિકોને આવરી કરાયેલાં અભ્યાસમાં અનેક કરૂણ બાબતો આવી સામે

સમલૈંગિક હોવું એ કોઈ ગુન્હો નથી પરંતુ આપણા સમાજમાં આ પ્રકારના લોકોને હીન નજરથી જોવામાં આવે છે તે વાતમાં પણ શંકાને સ્થાન નથી. સમલૈંગિક હોવું એ એક કુદરતી બાબત છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા પ્રાચીન ગ્રંથો પણ પુરા પાડે છે. મહાભારતમાં પણ એક એવું પાત્ર હતું જે સમલૈંગિક દર્શાવવામાં આવ્યું છે જેનું નામ શિખંડી હતું. મહાભારત જેવા ગ્રંથમાં આ પ્રકારનું પાત્ર દર્શાવવા પાછળનો તર્ક ચોક્કસ એ હોવી જોઈએ કે, તે સમયમાં પણ સમલૈંગિક લોકોને સમાજમાં સમાન અધિકાર સાથે જીવવાનો અધિકાર છે.

વર્ષ 2018માં ભારતીય દંડ સંહિતાની કલમ 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ નાબૂદ થયા બાદ પણ સજાતીય સંબંધવાળા લોકોને અનુકૂળ વાતાવરણ મળી શક્યું નથી તે વાસ્તવિકતા છે. હજુ પણ આ પ્રકારના લોકો ખૂલીને બહાર આવી શકતા નથી. જેનું મુખ્ય કારણ ક્યાંક આપણી સમાજ વ્યવસ્થા છે. સમાજ હજુ પણ આ પ્રકારના લોકોને છોછ અનુભવાય તેવી દ્રષ્ટીએ જુએ છે જેના લીધે આ લોકો ઘર-પરિવાર-કાર્યસ્થળ-સમાજમાં આ બાબતે કોઈ ખુલાસો કરી શકતા નથી જેના લીધે તેમને સતત દ્વિ વ્યક્તિત્વમાં એટલે કે ડ્યુલ લાઈફ જીવવી પડતી હોય છે.

આઇઆઈએમ-અમદાવાદ અને મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યુશન(એમડીઆઈ) દ્વારા સનયુક્તપણે એક અભ્યાસ કરવામાં આવ્યા છે જે સૂચવે છે કે, ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત સજાતીય સંબંધ ધરાવતી અથવા સજાતિય સંબંધ ઇચ્છતી વ્યક્તિ તેમના સહ કર્મચારીઓ તેમજ કંપનીના માલિક અથવા તો ઓથોરિટી પાસે તેમના આ પ્રકારના સંબંધો અંગે છુપાવવાનું વલણ ધરાવે છે. જેની પાછળ સામેવાળી વ્યક્તિના વલણ, છોછ, નોકરી પર જોખમ સહિતના પરિબળો જવાબદાર છે. આ પરિબળોને લીધે સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિ તેમની આ બાબતો છુપાવતા હોય છે જેના લીધે તેમને સતત બેવડું જીવન જીવવું પડે છે. ત્યારે તેમની સ્થિતિ’હાથીના દાંત- ચાવવાના જુદા અને બતાવવાના જુદા’ જેવી બની જાય છે.

આ અભ્યાસ આઇઆઈએમ-અમદાવાદના વિદ્યાર્થી અર્નેસ્ટો નોરોન્હા અને પ્રેમિલા ડી’ક્રૂઝ તેમજ એમડીઆઈ ગુડગાંવના નિધિ એસ બિષ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેનું નામ ’ભયથી હિંમત સુધી: ભારતીય લેસ્બિયન્સ અને સમલૈંગિકોને સમાવિષ્ટ કરતી સંસ્થાની શોધ’ નામ આપવામાં આવ્યું છે. જે અહેવાલને તાજેતરમાં જ સ્પ્રિંગર જૂથના ’જર્નલ ઓફ બિઝનેશ એથિકસ’માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે અહેવાલમાં 40 જેટલા ગે પરુષો અને લેસ્બિયનના અનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ હાલ ભારતની કેટલીક અગ્રણી કંપનીઓ સાથે કાર્યરત છે.

આ 40 લોકોના ઇન્ટરવ્યૂમાં ખૂબ જ દુર્લભ અને કરુણ બાબતો જાણવા મળી છે. જેમાં આ પ્રકારના લોકો સતત ડ્યુલ લાઈફ જીવે છે તેવો ખુલાસો થયો છે. સમલૈંગિક વ્યક્તિઓ સોશ્યલ મીડિયામાં પણ બે એકાઉન્ટ ધરાવતા હોય છે જે પૈકી એકમાં તેમનો પરિવાર, મિત્રો, સહકર્મચારીઓનો સમાવેશ થતો હોય છે જ્યારે બીજા એકાઉન્ટથી તેઓ પરિવાર-સમાજને સતત દૂર રાખતા હોય છે. સમલૈંગિક લોકોને સતત સમાજના ભયના ઓથાર હેઠળ જીવવું પડે છે. ઘણીવાર તેમની સાથે અમાનવીય વર્તન પણ કરવામાં આવે છે. તેઓ સમલૈંગિક છે ફક્ત તેના લીધે જ તેમની ગુંડાગીરીના બનાવ બન્યાની વાત પણ ઇન્ટરવ્યૂમાં સામે આવી છે. તેઓ સમલૈંગિક છે તે બાબતની જાણ થશે તો તેમનો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે તેવો ભય સતત તેમને સતાવતો હોય છે.

ઇન્ટરવ્યૂમાં 40 લોકોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું છે કે, તેમને સતત લગ્ન, સામાજિક જીવન, ગર્લફ્રેંડ/બોયફ્રેન્ડ વિશેના પ્રશ્નોનો સામનો કરવો પડે છે.

આ અભ્યાસ અનુસાર સમલૈંગિક લોકો આ પ્રકારના લોકોને આવરી લેતી એક નીતિ ઝંખે છે જેના હેઠળ તેમને રક્ષણ આપવામાં આવે અને સમાજમાં તેમને સ્થાન આપવામાં આવે જેથી તેમને સતત ડ્યુલ લાઈફ જીવવામાંથી મુક્તિ મળે અને તેઓ સમાજમાં ખૂલીને બહાર આવી શકે.

સમલૈંગિકોને આવરી સમાજમાં સમાન અધિકાર મળે તેવી ઝંખના

આઇઆઇએમ દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર સમલૈંગિક લોકો આ પ્રકારના લોકોને આવરી લેતી એક નીતિ ઝંખે છે જેના હેઠળ તેમને રક્ષણ આપવામાં આવે અને સમાજમાં તેમને સ્થાન આપવામાં આવે જેથી તેમને સતત ડ્યુલ લાઈફ જીવવામાંથી મુક્તિ મળે અને તેઓ સમાજમાં ખૂલીને બહાર આવી શકે.

સમાજમાંથી બહિષ્કારથી માંડી અમાનવીય વર્તન સુધીનો સામનો કરવા મજબૂર !!

40 લોકોને આવરી કરાયેલા અભ્યાસમાં ખૂબ જ દુર્લભ અને કરુણ બાબતો જાણવા મળી છે. જેમાં આ પ્રકારના લોકો સતત ડ્યુલ લાઈફ જીવે છે તેવો ખુલાસો થયો છે. સમલૈંગિક વ્યક્તિઓ સોશ્યલ મીડિયામાં પણ બે એકાઉન્ટ ધરાવતા હોય છે જે પૈકી એકમાં તેમનો પરિવાર, મિત્રો, સહકર્મચારીઓનો સમાવેશ થતો હોય છે જ્યારે બીજા એકાઉન્ટથી તેઓ પરિવાર-સમાજને સતત દૂર રાખતા હોય છે. સમલૈંગિક લોકોને સતત સમાજના ભયના ઓથાર હેઠળ જીવવું પડે છે. ઘણીવાર તેમની સાથે અમાનવીય વર્તન પણ કરવામાં આવે છે. તેઓ સમલૈંગિક છે ફક્ત તેના લીધે જ તેમની ગુંડાગીરીના બનાવ બન્યાની વાત પણ ઇન્ટરવ્યૂમાં સામે આવી છે. તેઓ સમલૈંગિક છે તે બાબતની જાણ થશે તો તેમનો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે તેવો ભય સતત તેમને સતાવતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.