ગુજરાત યુનિવર્સિટીને ફાઈવ સ્ટાર યુનિવર્સિટીનું બિરુદ કેમ આપવામાં આવ્યું

દરેક માણસના જીવનમાં શિક્ષણ એક મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાત સરકાર શિક્ષણનો વ્યાપ વધારવા અવાર નવાર નવી વ્યુ રચાનો અપનાવે છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીને સ્ટેટ રેન્કિંગ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ રેન્કિંગની વિશેષ જોગવાઇઓ અને ગુણાંકનના માળખામાં રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજો પોતાની રજુઆત કરે છે. આ રજૂઆતને વિશેષ માપદંડો અનુસાર ચકાસવામાં આવે છે. આ ચકાસણીને અંતે રેન્કિંગ જાહેર કરવામાં આવે છે.

ગુજરાત યુનિવર્સિટી સતત બીજા વર્ષે G.S.I.R.F. રેન્કિંગમાં રાજ્યમાં પ્રથમ સ્થાને રહી છે. ગુજરાત યુનિવર્સિટીને ફાઈવ સ્ટાર યુનિવર્સિટીનો દરજ્જો સતત બીજા વર્ષે પ્રાપ્ત થયો છે. ગુજરાત યુનિવર્સિટીને K.C.G. અને I-Care દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટી 5 માંથી 4.6 ગુણાંકન મેળવી પ્રથમ આવી છે. ગુજરાત યુનિવર્સિટીની આ ગુણાંક જોઈ તને ફાઈવ સ્ટાર યુનિવર્સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી N.I.R.F. રેન્કિંગમાં દેશની હજાર યુનિવર્સિટીમાં ગત વર્ષે 44માં ક્રમે રહી હતી. રાજ્ય સરકારના શિક્ષણની ગુણવત્તા સુધારણા અને આંતરમાળખાકીય સુવિધા સુધારણા માટેના પ્રયાસોનું પરિણામ આ રેન્કિંગ દ્વારા પ્રાપ્ત થાય છે.

સીંગતેલ, સનફલાવર અને કોર્ન ઓઈલ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક ?

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. હિમાંશુ પંડ્યા તથા ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારે ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક અને વિકાસલક્ષી કાર્યપદ્ધતિને રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવવામાં સહયોગી થનાર સત્તામંડળના સદસ્યો તથા યુનિવર્સિટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ ડૉ.અંજુ શર્મા, નાગરાજન, એસ.જી. હૈદર, શિક્ષણ વિભાગના અધિકારીઓ ગુજરાત યુનિવર્સિટીના શુભેચ્છકો K.C.G.ની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.