Abtak Media Google News

એક એવું કારણ જેના માટે આજકાલના પરણિત યુગલોમાં ઝગડાનું પ્રમાણ વધારે છે…!!!!

Advertisement

R1 1

આપણા વડીલો હંમેશા આપણને એક બાબત કહેતા આવ્યા છે જે કદાચ તમારા દાદા-દાદી એ પણ તમને કહી હશે , એ છે જયારે પણ કોઈ યુવક કે યુવતી લગ્નની ઉમર લાયક થાય ત્યારે હંમેશા કહે છે કે યોગ્ય ઉંમરે લગન કરવા જોઈએ અને છોકરા કરતા છોકરી 4-6 વર્ષ નાની જ શોધવી જોઈએ અથવા તો છોકરી કરતા છોકરો 4-7 વર્ષ મોટો શોધવો જોઈએ.તો એવું ક્યાં કારણોસર કહેવામાં આવે છે એ જાણવાની કોશિશ કરી છે ક્યારેય?? નહિ તો આવો જાણીએ…

આજકાલનું તો નહિ પરંતુ વર્ષો પહેલાથી જ લવ મેરેજનું ચલણ વિકસિત થયેલું છે, અને મોટાભાગના લવ મેરેજમાં લવ  અભ્યાસ દરમ્યાન થયો હોય છે અને એમાં પણ યુવક અને યુવતીની ઉમર પણ એક સમાન જ હોય છે. જેના કારણે એવું પણ મોટા ભાગે જોવા મળ્યું છે કે એ ઉંમરના પડાવમાં થયેલા પ્રેમ અને બાદમાં લગ્ન અને થોડા જ સમયના અંતરે ઝગડાઓ પણ થવા લાગે છે, જેનું મુખ્ય કારણ બંને પતી-પત્નીની હમ ઉમર હોવાનું પણ છે. જેમાથી એક પણ મોટું નથી કે એક પણ નાનું નથી.

મેચ્યોરિટી એ સંબંધને ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે અને એટલે જ વડીલોએ લગ્ન જેવા આજીવન સંબંધ માટે છોકરીની ઉમર નાની અને છોકરાની ઉમર મોટી હોવી જોઈએ તેવું ચલણ વિકસાવ્યું છે.

555 1

એવું માનવામાં આવે છે કે છોકરીઓ વધુ ભાવુક અને લાગણીશીલ હોય છે અને લગ્ન બાદ પણ આ ભાવુકતા બંનેના જીવનમાં કોઈ પ્રશ્ન ન થવા દે એટલા માટે જ છોકરો છોકરી કરતા મોટો હોય તો તે છોકરીની લાગણીઓને સમજી તેને યોગ્ય દિશામાં વાળી શકે છે.

આ ઉપરાંત છોકરાઓ કરતા છોકરીઓની ઉમર વધુ દર્શાઈ આવતી હોય છે, જેના કારણે પણ આ રીતનું ચલણ અપનાવાયું છે જેમાં છોકરો મોટો હોય તો પણ બંને માંથી છોકરી વધુ ઉંમરની નથી દર્શાતી હોતી.

લગ્ન બાદ ગૃહસ્થ જીવનમાં પણ જો યુવકની ઉમર મોટી હશે તો તાલમેલ સાધવો સહેલો બને છે, આ ઉપરાંત તે મેચ્યોર હોવાને કારણે પત્નીને તેના કામમાં પણ મદદરૂપ થાય છે. પરંતુ જો એવી રીતે ઉંમરનો ભેદભાવ નથી હોતો અને હમ ઉમર કપલ હોય છે ત્યાં આ પરિસ્થિતિ નથી જોવા મળતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.