Abtak Media Google News

કોરોનાને કારણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ તો રદ થઈ ગઈ છે. પરંતુ વગર પરીક્ષાએ તેના પરિણામ કઈ રીતે આવશે ? કયા પરિબળોના આંકલન ના આધારે રીઝલ્ટ આપવામાં આવશે ? તેવા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પ્રશ્ન ઉભા થયા હતા. ત્યારે હાલ સીબીએસઈ વિદ્યાર્થીઓની આ અંગેની મૂંઝવણ દૂર થઈ છે. બોર્ડે પરિણામ કઈ રીતે નક્કી કરવામાં આવશે તે ઉપરની ફોર્મ્યુલા જારી કરી છે.

સીબીએસઈ ધોરણ 12નું પરિણામ 10માં, 11 અને 12માં ધોરણના પ્રદર્શનના આધારે જાહેર કરવામાં આવશે. આજરોજ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આ માહિતી આપી છે. સરકારે કહ્યું છે કે ધોરણ 10માં અને 11મા 30 ટકા તો 12મા ધોરણમાં 40 ટકા ગુણના આધારે સંપૂર્ણ રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. આ પરિણામો 31 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જે બાળકો પરિણામથી સંતુષ્ટ નથી, પરિસ્થિતિ સામાન્ય થયા પછી પરીક્ષામાં ફરીથી હાજર રહેવાની તક આપવામાં આવશે. કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા 12મા પરિણામના ફોર્મ્યુલાને સ્વીકારી લીધી છે.

સરકારે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલા પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, 10મા ધોરણના વિદ્યાર્થીઓના 5 માંથી 3 પેપરના ગુણ લેવામાં આવશે. 11 મા વર્ગના તમામ થિયરી પેપરના ગુણ લેવામાં આવશે. જ્યારે ધોરણ 12માં, વિદ્યાર્થીઓનું યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ પરીક્ષાના માર્કસ લેવામાં આવશે. આ તમામ ગુણને આવરી લઈ રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.