Abtak Media Google News

સવારે 8 વાગ્યે વેબસાઈટ પર પરિણામ મૂકાશે: GSEB.ORG પર જોઈ શકાશે પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની ધોરણ 12 પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ જીએસીઈબી વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.

ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી ત્યારે હવે ગુજરાતમાં આ પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલે એટલે કે 31 મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. બુધવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે.

ગત 2 મે 2023ના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે હતો, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો હતો. કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 22 ટકા આવ્યું હતું. તો રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું હતું.

વોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ

વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ  SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.