Abtak Media Google News

નોટબંધી સરકાર લાવી અને રુ.૧૦ની સિક્કા બંધી આમ જનતા લાવી….? તેવા સમયે દુકાનદારો વેપારીઓ અને આમ જનતા હાલમાં ચલણમાં એવા રુ.૧ના નાના સિક્કા તેમજ રુ.૧૦ના સિક્કાને લેવામાં ખચકાળ છે જેના કારણે ઘણી મુશ્કેલીઓ સામે આવી છે. ખાસ તો આ બાબતે રીઝર્વ બેંકનું કહેવું છે કે આ રીતે દેશના ચલણનો બહિષ્કાર કરવોએ ભારતીય મુદ્રાનું અપમાન છે જેના પગલે જો કોઇ વ્યક્તિ આ ચલણી સિક્કા લેવાથી કતરાવ છે તો તેના વિરુધ્ધ મુદ્વા એક્ટ નીચે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

સિક્કાઓને લઇને કોઇ ભ્રમની પરિસ્થિતિ ન હોવી જોઇએ. રીઝર્વ બેન્ક દ્વારા જે સિક્કા ચલણમાં મુકવામાં આવ્યા છે તે બજારમાં પણ ચલણમાં છે અન્ય બેંકમાં પણ આ ચલણી સિક્કાઓની લેતી દેતી થાય જ છે અને જો કોઇ બેંક આ બાબતે આનાકાની કરે તો તે બેંક વિરુધ્ધ પણ કાર્યવાહી થઇ શકે છે. જ્યારે આ બાબતે ચલણી સિક્કાઓ લેવા દેવામાં ગ્રાહકો અને વેપારીઓમાં વિવાદ થતો જોવા મળ્યો છે. એટલું જ નહિં દુકાનદારોનું કહેવું છે બેંક પણ આરબીઆઇના નિયમોને નેવે મુકી સિક્કા લેવાથી હાથ ઉંચા કરે છે ત્યારે બેંક આ બાબતે બે જવાબદાર અધિકારીઓના બહાના કાઢે છે. તેવા સમયે આ બાબતો ફાયદો ઉઠાવી સોશિયલ મિડિયા પર આ પ્રકારના વધુને વધુ ફેક ન્યુઝ, અફવા ફેલાવવાથી લોકો અટકાતા નથી. તો હવેથી રુ.૧૦નો સિક્કો આપવા કે લેવાથી ખચકાશો તો ભોગવવું પડશે પરિણામ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.