Abtak Media Google News

શિયાળાની ઋતુનું ધીમા પગરવ સાથે આગમન થઈ ચૂકયું છે. શિયાળાની સિઝનને લગતા ફળો પણ બજારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આમળાની વાત કરીએ તો શિયાળાની સીઝન અને આમળા એકબીજાના પર્યાય વિટામીન સીથી ભરપૂર આમળા રોગપ્રતિકારક શકિત વધારવામાં ખૂબજ ફાયદા કારક છે. આયુર્વેદમાં આમળાની ગણના રસાયણ ફળ તરીકે કરવામાં આવી છે. આમળાને યૌવનફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવાજ દળદાળ ખાટા આમળાનું બજારોમાં આગમન થઈ ચૂકયું છે. ગૃહિણીઓ હોંશે હોંશે આમળાની ખરીદી કરી તેમાંથી અથાણા સહિતની અનેકવિધ આઈટમો બનાવશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.