Abtak Media Google News

એસબીઆઈ દ્વારા બીડ સબમીશનની તારીખ લંબાવાઇ

હાલ જેટ એરવેઝની સ્થિતિને સુધારવા અને સ્થિતિને સ્થિર કરવા માટે એસબીઆઈ દ્વારા બીડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી જેટ એરવેઝને આર્થિક મદદ મળી શકે અને તે ફરીથી ઉડાન ભરે ત્યારે એસબીઆઈ દ્વારા નિર્ધારીત કરેલી ડેડલાઈનમાં માત્ર બીડ જ મળી હતી જેને લઈ એસબીઆઈ દ્વારા ૧૨મી તારીખ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝને નાણાં આપવા માટે જે કંપની આગળ આવી છે ત્યારે તેને કંપનીનો હિસ્સો ખરીદવા માટે બોલી લગાવવાની હતી પરંતુ સમય જે આપવામાં આવ્યો હતો તેમાં માત્ર ને માત્ર બે બોલી લગાડનાર કંપની જ આવી હતી. જેથી સમય મર્યાદામાં એક દિવસનો વધારો પણ કરવામાં આવ્યો છે.

Advertisement

બીડરોની વાત કરવામાં આવે તો જેટ એરવેઝની વ્હારે ઈતિહાદ એરવેઝનું નામ પ્રથમ હરોળમાં આવી રહ્યું છે ત્યારે ઈતિહાદ એરવેઝના ટ્રેમલબાલ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ દરરોજ બેઠક કરી રહ્યા છે. આશકિત રીતે એ વાતનું પણ એંધાણ મળી રહ્યું છે કે, જેટ એરવેઝની મદદે બીજા કોઈ નહીં પરંતુ ઈતિહાદ એરવેઝ આવશે ત્યારે જેટના કર્ઝ દાતાઓએ ગત સપ્તાહમાં એરલાઈન્સમાં ૭૫ ટકાનો હિસ્સો વહેંચવા માટે એકસપ્રેશન ઓફ ઈન્ટ્રસ્ટ એટલે કે ઈઓઆઈ મંગાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે નાણાકીય સંકટથી ઝઝુમી રહેલી જેટ એરલાઈન્સનાં પાયલોટોને પણ હજુ સુધી તેમનું વેતન મળ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.