Abtak Media Google News

મિડીયા પ્લેટફોર્મે નકકર ઉકેલ આપવો પડશે.

વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વિશ્ર્વસનીયતાને લઇ પ્રશ્ર્નાર્થ: અતિરેકના કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થવાની પણ સંભાવના

ઘણાં સમયથી એ વાત સામે આવી રહી હતી કે, ચુંટણીનો પ્રચાર-પ્રસાર મહત્વપૂર્ણ રીતે સોશિયલ મિડીયા ઉપર કરવામાં આવશે ત્યારે એ વાતની પણ પુષ્ટિ થઈ રહી છે કે, વિશ્ર્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જે સોશિયલ મિડીયાનો ખુબ જ અતિરેક ઉપયોગ કરી રહ્યો છે. જયારે ભારતની સરખામણીમાં અન્ય દેશો સોશિયલ મિડીયાનો ઉપયોગ જ‚રીયાત પુરતો જ કરતા નજરે પડે છે ત્યારે આ વખતની એટલે કે ૨૦૧૯ની લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થતાની સાથે જ એ વાત સામે આવી રહી હતી કે, આ ચુંટણીમાં સોશિયલ મિડીયાનો ખુબ જ વધુ ઉપયોગ થશે પરંતુ તે વાત હજુ સુધી ખોટી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

સોશિયલ મિડીયા એક એવું માધ્યમ છે કે જયાં કોઈપણ મેસેજ કે પોસ્ટ એક સેક્ધડમાં જ વાયરલ થઈ જતી હોય છે પરંતુ તેનાં ઉપર અકુંશ કઈ રીતે લગાડવો તે હજુ સુધી કોઈપણ સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ વખતની ચુંટણીમાં તમામ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એ વાતનું ધ્યાન રાખી રહ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર કોઈ આપતિજનક કે કોઈ એવી વસ્તુઓનો પ્રચાર પ્રસાર ન થાય જેનાથી વર્ગ-વિગ્રહ કે લોકોમાં અરાજકતા ફેલાય. તમામ સોશિયલ મિડીયા પ્લેટફોર્મો એ વાત માટે સતર્ક થઈ ગયા છે કે વાયરલ વાયરસ ન બને. આ વખતે એ વાતનો પણ ભય સૌથી વધુ સતાવી રહ્યો છે કે આ વખતની લોકસભાની ચુંટણીમાં મતદાન ખુબ જ ઓછું થશે. કારણકે સોશિયલ મિડીયાનો વધુને વધુ ઉપયોગ અને તેમાં પ્રસ્થાપિત થતાં ડરથી લોકો ભયભીત થઈ ગયા છે.

ફેસબુક, વોટસએપ, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, લીંકડીન જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મને પણ એક વાત સતાવી રહી છે કે તેમના દ્વારા આપવામાં આવેલા પ્લેટફોર્મનો વધુને વધુ ઉપયોગ ભારત દેશ કરી રહ્યું છે અને જો કોઈપણ કારણોસર ચુંટણી સમય દરમિયાન આ તમામ પ્લેટફોર્મો ઉપર લાંછન લગાવવામાં આવે તો તેઓની ભારત દેશમાંથી હકાલપટ્ટી થવાની પણ શકયતા સેવાઈ રહી છે. જેથી તમામ સોશિયલ મિડીયા પ્લેટફોર્મો ખુબ જ સતર્ક બની ગયા છે. એક વાતની એ પણ પુષ્ટિ થઈ રહી છે કે, આ તમામ સોશિયલ મિડીયા નેટવર્કો ઘણી ખરી એવી જાહેરાતો કરતા નજરે પડે છે જેમાં મહત્વપૂર્ણ રીતે એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે, સોશિયલ મિડીયામાં ફેલાતા ફેક ન્યુઝ ઉપર પ્રજાએ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ પણ આ કોઈ નકકર ઉકેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.