Abtak Media Google News

માળખાગત સુવિધામાં બદલાવની સાથોસાથ સ્ક્રુટીની અને વેરિફિકેશન ઉપર પણ કાઉન્સિલ ધ્યાન કેન્દ્રિત કરશે

હાલ જીએસટીની આવક જે રીતે વધી રહી છે તેનાથી દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે પરંતુ હજુ પણ ઘણા ખરા છીંડાઓ એવા છે કે જેનાથી જીએસટી ની આવક ઉપર રોક લાગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આથી સૌથી મોટી વાત તો એ છે કે હવે જે માળખાગત સુવિધા માં બદલાવ લાવવામાં આવશે તેનાથી ઘણા ખરા પ્રશ્નોનું નિવારણ શક્ય બનશે. વાતને ધ્યાને લઇ આવતીકાલથી બે દિવસ જીએસટી કાઉન્સિલની બેઠક મળવા જઈ રહી છે જેમાં માળખાગત સુવિધાઓની સાથોસાથ સ્કૃટીની અને વેરિફિકેશન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે.  હાલની સ્થિતિએ આવતીકાલથી યોજાનારી બે દિવસીય બેઠક અત્યંત નિર્ણાયક પણ સાબિત થશે.

પેલી જુલાઈએ પાંચ વર્ષ જીએસટીના રોલ આઉટના પૂર્ણ થઈ રહયા છે. ત્યારે સાથોસાથ હવે જે બોગસ વ્યવહારો કરતા વ્યાપારીઓ છે તેમને પબ્લિક ડિસ્ક્લોઝર માં પણ સમાવવામાં આવે અને તેમના દ્વારા કરવામાં આવેલા નાણાંકીય વ્યવહારોને પણ બહાર લાવવા માટે કાઉન્સિલને ભલામણ કરી છે. તાત્યાના જે રીતે સિસ્ટમમાં બદલાવ આવી રહ્યો છે અને તે સિસ્ટમ ને વધુ ઝડપી બનાવવા માટે કાર્ય હાથ ધરવા જોઈએ તે ન થતા આવનારા સમયમાં આ સિસ્ટમ વધુ સુદ્રઢ બને તેના માટે પણ અનેકવિધ રીતે ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. આવતીકાલથી બે દિવસ મરનારી જીએસટી કાઉન્સિલની બેઠક ચંદીગઢ ખાતે યોજાશે જેમાં આ વખતે કેવી રીતે વધારી શકાય અને જે છીંડાઓ છે તેને દૂર કેવી રીતે કરી શકાય તે દિશામાં ચર્ચા વિચારણા કરાશે.

જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંગે ઘણા ખરા નાણાકીય ફ્રોડ થઈ રહ્યા છે સાથોસાથ જે જીએસટી નંબર મેળવવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ તે પણ થઇ શકી નથી તે તકલીફને પણ ઝડપે દૂર કરવા માટે જીએસટી કાઉન્સિલમાં આ અંગે પ્રસ્તાવ મુકવામાં આવશે. તરફ જે રીતે જીએસટી અધિકારીઓ દ્વારા કેક ભરનારાઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે અને જે મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવે છે તે નક્કી થાય તેના માટે પણ પગલાં લેવાશે. એ વાત સ્પષ્ટ છે કે આવતીકાલે છે કાઉન્સિલની બેઠક મળવા જઈ રહી છે તે ખૂબ જ ઉપયોગી અને નિર્ણાયક સાબિત થશે અને ઘણા ખરા બદલાવ પણ આવશે. ઝજ્ઞા 200 થી વધુ ગુડ્સ એન્ડ સર્વિસ માં સરકાર ક્યાંકને ક્યાંક સેક્સ રેટ માં બદલાવ કરે તો પણ નવાઈ નહીં. બીજી તરફ ક્રિપ્ટોકરન્સીના વ્યાપાર અને વ્યવહાર ઉપર 28 ટકાનો દર લાગુ કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.