Abtak Media Google News
  • જાડેજા અને રાહુલ ઇજાના પગલે આઉટ : સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન મળ્યું

સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટ્સમેન કેએલ રાહુલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જાડેજાને ઈજા થઈ હતી. દોડતી વખતે તેણે તેની હેમસ્ટ્રિંગ પકડી લીધી હતી. તે જ સમયે, રાહુલને તેના ક્વાડ્રિસેપ્સમાં સમસ્યા છે. બીસીસીઆઈએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી જ્યારે રાહુલે તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. મેડિકલ ટીમ બંનેની સારવાર કરી રહી છે. વાસ્તવિકતા એજ છે કે, શું રોહિત શર્મા બીજો ટેસ્ટ બચાવી શક્શે કે ટીમનો ઇંગ્લેન્ડ સામે વાઇટવોશ થશે ? હાલની સ્થિતિને ધ્યાને લઇ ભારતીય ટીમ માટે બીજો ટેસ્ટ મેચ બચાવો ખુબજ જરૂરી છે. કારણ કે , વિરાટ કોહલી ટીમ સાથે ત્રીજા ટેસ્ટ મેચથી જોડાશે ત્યાં સુધી બીજો ટેસ્ટ મેચ જીતવો ખુબજ જરૂરી છે. જો નહિ થાય તો ભારતનો વાઇટવોશ થઈ શકે છે.

જાડેજા અને રાહુલની બહાર થયા બાદ ત્રણ ખેલાડીઓની કિસ્મત ચમકી છે. બેટ્સમેન સરફરાઝ ખાન ઉપરાંત ઓલરાઉન્ડર સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મુંબઈના સરફરાઝે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 45 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 69.85ની શાનદાર એવરેજથી 3912 રન બનાવ્યા છે. 26 વર્ષીય સરફરાઝને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં જન્મેલા સૌરભે 68 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2061 રન બનાવ્યા છે અને 290 વિકેટ લીધી છે. 30 વર્ષીય સૌરભે તાજેતરમાં ઈન્ડિયા એ તરફથી રમતા પ્રભાવ પાડ્યો હતો.

સુંદરે 4 ટેસ્ટ રમી છે. તેણે છેલ્લી ટેસ્ટ માર્ચ 2021માં રમી હતી. જાડેજાની ગેરહાજરીમાં સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. બીસીસીઆઈએ કહ્યું કે ફાસ્ટ બોલર અવેશ ખાન રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશની ટીમ સાથે પ્રવાસ કરવાનું ચાલુ રાખશે અને જ્યારે જરૂર પડશે ત્યારે જ ટેસ્ટ ટીમમાં સામેલ થશે. પાંચ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. ઈંગ્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. હૈદરાબાદમાં ભારતને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ અંગત કારણોસર પ્રારંભિક ટેસ્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.