Abtak Media Google News

ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે પ્રેસ-કોન્ફરન્સ કરી છે. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટને કહ્યું હતું કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વન-ડે સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે. સાથે સાથે એ પણ જણાવ્યું કે મને રોહીત શર્મા સાથે કઈ જ વિવાદ નથી. કોહલીએ કહ્યું હતું કે તે ટેસ્ટ અને વન-ડેની કેપ્ટનશિપ ચાલુ રાખવા માગતો હતો, જોકે ટેસ્ટ ટીમના સિલેક્શન દરમિયાન મુખ્ય પસંદગીકારે તેમને જણાવ્યું કે વન-ડેની કેપ્ટનશિપ પરત લેવામાં આવી રહી છે.અને રોહિત શર્માને કેપ્ટ્ન બનાવામાં આવી રહ્યો છે.

Advertisement

આ સાથે કોહલીએ રોહિત સાથેના અણબનાવ ને ફગાવતા જણાવ્યું હતું કે મારે ને રોહિત વચ્ચે કઈ જ વાંધો નથી અમે બંને પહેલાની જેમ જ છીએ અમારી વચ્ચેના અણબનાવના સમાચાર સાવ ખોટા છે.

પોતાના વન-ડે સિરીઝ રમવાના સવાલ પર કોહલીએ જણાવ્યું હતું કે હું હંમેશા માટે સિરીઝ માટે ઉપલબ્ધ છું, અને હંમેશા ઉપલબ્ધ રહીશ. હું ભારત માટે રામુ છું અને તેમાં મારુ બધું જ આપી દઉં છું. પુરી નિષ્ઠા સાથે ક્રિકેટ રમવું એ મારુ કર્તવ્ય છે. મેં ક્યારેય પણ બોર્ડ ને બ્રેકની વાત નથી કરી. આ સાથે તેને રોહિત શર્મા સાથે ના સબંધ બગડ્યાનું પૂછવામાં આવ્યુ ત્યારે તેણે જવાબ આપતા જણાવ્યું કે મારે અને રોહિત શર્માને ક્યારેય પણ અણબનાવ નથી થયો તેને જો કેપ્ટ્ન બનવામાં આવે તો પણ હું રાજી છું કારણ કે હું કેપ્ટ્નશિપ માટે નહિ ભારત માટે રમું છું. અને હંમેશા આમ જ રમતો રહીશ.

મેં BCCIને જણાવ્યું હતું કે હું T-20ની કેપ્ટનશિપને છોડવા માગું છું, જ્યારે મેં એવું કર્યું તો બોર્ડે મારી આ વાતને ખૂબ સારી રીતે સ્વીકારી. બોર્ડે મને કહ્યું હતું કે આ એક સારું પગલું છે. મેં બોર્ડને એ જ સમયે કહ્યું હતું કે હું વન-ડે અને ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરવા માગું છું. મારા તરફથી એ સંદેશો સ્પષ્ટ હતો, જોકે મેં અધિકારીઓને એ પણ કહ્યું હતું કે જો તેમને એવું લાગતું નથી તોપણ કોઈ વાંધો નથી.

Screenshot 2 37

આ સાથે જ રોહિત શર્માએ પણ વિરાટના ખુબ વખાણ કરતા કહ્યું કે કોહલી હંમેશા ટીમ માટે ફ્રન્ટ લીડ થી રમેં છે . અને તેના ડીસીઝન હંમેશા પરફેક્ટ હોય છે મારા માટે કોહલીની કેપ્ટનશિપમાં રમવાનો અનુભવ સારો રહ્યો. અમે બંનેએ ઘણી ક્રિકેટ મેચ સાથે રમી છે અને દરેકને એન્જોય કરી છે. અમે આગળ પણ આમ જ કરતા રહીશું. આપણે એક ટીમ તરીકે વધુ સારું થવાનું છે અને અમારું ફોક્સ પણ એની પર જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.