Abtak Media Google News

લોકસભા-વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાના ભાગરૂપે ગુજરાત ધારાસભાની આગામી ચૂંટણી ૨૦૨૪માં યોજવાની ધારણા

ગુજરાતની વર્તમાન વિધાનસભાની અવધી પાંચ વર્ષની જગ્યાએ સાત વર્ષની થાય તેવી શકયતા છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સો યોજવાના ભાગરૂપે ગુજરાત ધારાસભાની ચૂંટણી ૨૦૨૨ નહીં પરંતુ ૨૦૨૪માં યોજાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

આગામી તા.૧૭ના રોજ લો કમિશન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સો યોજવા અંગે ચર્ચા કરશે. આ ચૂંટણીઓ કયારે અને કેવી રીતે યોજવી તે અંગે ભલામણો મંગાવાશે. ચૂંટણીપંચ તેમજ નીતિ આયોગ આ મુદ્દે પોતાના મત રજૂ કરશે. મોદી સરકાર ઘણા સમયી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની તરફેણ કરી રહી છે.

થોડા સમય પહેલા નીતિ આયોગે કરેલા સર્વેમાં ફલીત થયું હતું કે, દર ૬ મહિને કોઈને કોઈ વિધાનસભાની ચૂંટણી આવીને ઉભી રહે છે. અવાર-નવાર ચૂંટણીઓના કારણે સરકારની કામગીરી અને વિકાસ પ્રોજેકટો અટવાઈ જાય છે. માટે જો લોકસભાની સો જ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવામાં આવે તો દેશ માટે ફાયદો થઈ શકે. લો પેનલે વિધાનસભાની ચૂંટણીઓ યોજવા બે તબકકાનો પ્લાન રજૂ કર્યો છે. જેમાં પ્રથમ તબકકો ૨૦૧૯માં યોજાશે. ૨૦૨૧ પહેલા આંધ્રપ્રદેશ, આસામ, બિહાર અને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર જેવા રાજયોની વિધાનસભા ચૂંટણી છે. આ રાજયોને ૨૦૧૯ના પ્રથમ તબકકામાં જોડી દેવામાં આવશે. એટલે કે આ રાજયોમાં વિધાનસભા ચૂંટણી ૨ વર્ષ વહેલી થશે.

ઉત્તરપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, દિલ્હી અને પંજાબ જેવા રાજયોમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૧ બાદ યોજાનાર હોય. આ રાજયોને ૨૦૨૧ બાદના દ્વિતીય તબકકામાં મુકાશે. એટલે કે, ગુજરાત સહિતના આ રાજયોમાં ચૂંટણી ૨ વર્ષ મોડી થશે. પરિણામે વર્તમાન ગુજરાત ધારાસભા સાત વર્ષની થઈ શકે તેવી શકયતા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.