Abtak Media Google News

એસીઝ : પાંચમો ટેસ્ટ જીતી સિરીઝ 2-2થી સરભર

અંતિમ દિવસે મોઇન અલી અને ક્રિસ વોક્સ જળકયા

એસીઝની પાંચ ટેસ્ટ મેચની બે-બેથી સિરીઝ સરભર થઈ છે. પ્રથમ બે ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા હતા ત્યારબાદ દો ત્રીજો ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીત્યો હતો એક સમયે એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ જીતી જશે જો ચોથા ટેસ્ટ મેચમાં વરસાદ વેરી બન્યો ન હોત તો. ત્યારે અંતિમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ ડે જીતી એસીસ શ્રેણી બે બેથી સરભર કરી દીધી છે અને બ્રોડને ઇંગ્લેન્ડે સફળ વિદાય આપી છે.

Advertisement

પાંચમા ટેસ્ટ મેચમાં મોઈન અલી અને ક્રિસ વોકસે ધારદાર અને ઘાતક બોલિંગ કરી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ઘુટાણીએ પાડી દીધા હતા અને અંતિમ ટેસ્ટ મેચ 49 રને જીત્યો હતો. અંતિમ દિવસની રમતમાં 264 અને ચોથી વિકેટ પડી હતી ત્યારે લાગતું હતું કે સ્ટીવ સ્મીટ ક્રીઝ ઉપર ઉભો છે ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ મેચ સરળતાથી જીતી જશે પરંતુ મોઈનલી દ્વારા સ્પીનની ફિરકી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને પવેલીયન પરત ફરવા મજબૂર કર્યા હતા અને બાકી રહેતી સાત વિકેટો માત્ર 70 રનમાં જ પાડી દીધી હતી અને 49 રનથી વિજય મેળવ્યો હતો.

એસીસ ની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ નેગેટિવ માઈન્ડ સેટ સાથે બોલિંગ કરી હતી અને બીજા ટેસ્ટ મેચમાં બાઉન્ડ્રી લાઈન ઉપર નવ ખેલાડીઓને ઉભા રાખી દીધા હતા. જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાના બોલરોએ બોડી લાઈન બોલિંગ કરી ઇંગ્લેન્ડની ટીમને બે ટેસ્ટ મેચમાં મત આપી હતી પરંતુ ત્રીજા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટીમમાં બદલાવ કરી ઓસ્ટ્રેલિયાના નેગેટિવ માઇન તોડી પાડ્યો હતો અને સરળતાથી ત્રીજો ટેસ્ટ મેચ જીતી લીધો હતો. ચોથા ટેસ્ટ મેચ પણ ઇંગ્લેન્ડ જીતી જાત જો વરસાદ વેરી બન્યો ન હોત તો પરંતુ અંતિમ ટેસ્ટ મેચ જીતી ઇંગ્લેન્ડ એ ઓસ્ટ્રેલિયાને એસિડ ટેસ્ટ આપ્યો હતો અને સિરીઝ જીતવાનું સ્વપ્ન રોડિયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.