Abtak Media Google News

ઉમરગામ ખાતે આવેલા વૃંદાવન સ્ટુડિયોમાં આજે એક સીરિયલના શૂટિંગ દરમ્યાન સેટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. સેટમાં લાગેલી આગના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.

Advertisement

02 1526551031
ઉંમરગામ ખાતે આવેલા જાણીતા એવા વૃંદાવન ફિલ્મ સ્ટુડિયોમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા એક ટીવી સિરિયલના સેટ પર શૂટિંગ દરમિયાન આગ લાગતા સમગ્ર શહેરને ભારે નુકસાન થયું છે જોકે આ દરમિયાન કોઇ જાનહાની બની નહોતી પરંતુ આગ લાગતા શૂટિંગ વેળાએ કામ કરી રહેલા અનેક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.આ અંગેની ખબર ઉમરગામ પાલિકાના ફાયર વિભાગને આપવામાં આવતા પાલિકાનું ફાયરનું વાહન ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.