Abtak Media Google News

ધોરાજી પથંકમાં ગઇકાલે સાંજે વાતાવરણમા અચાનક પલ્ટો આવતા ભારે પવન સાથે મિનિ વાવાઝોડું આવતા મોટીમારડ ગામ પાસે પાટણવાવ રોડ પર વૂક્ષો ધરાશાયી થઈ જતાં રોડ બંધ થઈ ગથો હતો. ધરાશાયી થયેલા વૂક્ષોને જેસીબી મશીનો મારફતે દૂર કરાવીને રસ્તો ખૂલ્લો કરાવ્યો હતો. તેમજ કરા સાથે પોણા કલાકમાં જ અડધો ઇંચ વરસાદ પણ ખાબક્યો હતો. આ વાવાઝોડામાં 76 વૃક્ષોનો સોથ બોલી ગયો હતો.

ત્યારે અરબી સમુદ્રમાં સાગર વાવાઝોડુ સક્રિય થયું છે, પરંતુ ગુજરાત પર વાવાઝોડાની કોઇ અસર થશે નહીં. ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. 40થી 45 કિલોમીટર પર કલાકની ઝડપે પવન ફૂંકાશે.

જૂનાગઢ ઉપરાંત ભેંસાણ, વિસાવદર, માણાવદર પંથકમાં પણ ભારે પવન ફુંકાયો હતો. તેમજ વાદળો ઘેરાયાં હતાં. બીજી તરફ ભેંસાણ રોડ પર પવનનાં કારણે એક વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. ધૂળ આંધી સર્જાઇ હતી. તેમજ જૂનાગઢ પંથકમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.