Abtak Media Google News

સોશ્યલ મીડિયાના વાયરલ ‘વાયરસ’ પર રોક લગાવવા કેન્દ્ર સરકારે ગત મહિને નવા નીતિ-નિયમો બહાર પાડયા હ તા. જેને સોશ્યલ મીડીયા જાયન્ટસ કંપનીઓએ આવકાર્યા તો છે પરંતુ આનાથી સરકાર સાથે આવકની વહેંચણીનો મુદો પણ ઉછળતા ફેસબુક, ટવીટર, ઈન્સ્ટ્રાગ્રામ અને યુટયુબ સહિતની કંપનીઓમાં ચળવળાટ જરૂર ઉભી થઈ છે. સોશ્યલ મીડિયા કંપનીઓ નવા નિયમોથી ટેકસના દાયરામાં જરૂર આવશે પરંતુ આ કર કેટલો રહેશે?? આ માટેના અલગથી નિયમો બહાર પડશષ કે કેમ?? જાહેરાતોની રોકડીનોહિસ્સો વધશે કે કેમ?? ઓનલાઈન ટ્રાન્જેકશનો પર લદાતી ફી પણ વધશે કે કેમ?? તેવા પ્રશ્ર્નો ઉભા થયા છે.

આજના 21મી સદીનાં આધુનિક યુગમા ડીજીટલ સેવાનો વ્યાપ ખૂબ વધ્યો છે. એમાંપ ણ ખાસ ફેસબુક, ટ્વીટર, યુટયુબ અને ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ તેમજ સિગ્નલ સહિતના નાના મોટા સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મનો ઉપયોગ દીનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. યુઝર્સ રાત-દિવસ સોશ્યલ મીડીયા પર રચ્યા પચ્યા રહે છે. આજના સમયે સંદેશા વ્યવહારનું મોટુ માધ્યમ આ પ્લેટફોર્મ જ બન્યા છે. ત્યારે આવા પ્લેટફોર્મનાં સુચારૂ રૂપથી નિયમન માટે ઘણા નીતિ નિયમો જરૂરી હતા જે સરકાર દ્વારા તાજેતરમાં ઘડાયા છે. જેમાં સોશ્યલ મીડીયા, ડીજીટલ ન્યુઝ મીડિયા અને એમેઝોન, નેટફિલકસ જેવા ઓટીટી પ્લેટફોર્મ માટે ફરજીયાત નોડલ ઓફીસરની નિમણુંક મુખ્ય ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુંક દર મહિને સરકારને રીપોર્ટ સોંપવો વગેરે જેવા મહત્વના નિયમો બનાવાયા છે. અત્યાર સુધી એવું છે કે, ટેક કંપનીઓ જેમકે, ફેસબુક, ટ્વીટર યુટયુબ અને ઈન્સ્ટાગ્રામ ભારતમાં તેમનો વહીવટ પરોક્ષ પણે ચલાવે છે.

એટલે કે, નિયમન માટે ભારતમાં તેમની કોઈ કચેરી નથી આથી, આ સોશ્યલ મીડિયા કંપનીઓ ભારતમાં ટેકસના દાયરામાં આવતી ન હતી પરંતુ હવે, નવા નિયમોથી ફરજીયાત નોડલ ઓફીસરની નિમણુંકના આદેશથી ભારતમાં કચેરી ઉભી કરવી પણ જરૂરી બનશે. આ પ્રક્રિયાથી ટેકસ લદાશે. વિશ્લેષકોના મતાનુસાર, આ ટેક કંપનીઓ પર અંદાજે 40 ટકા કરવેરો લદાય તેવી શકયતા છે.

ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટયુબ જેવી કંપનીઓ, હાલ, ડીજીટલ જાહેરતો પર સરકારને માત્ર 6 ટકા હિસ્સો ચૂકવે છે. જેમાં પણ વધારો થાય તેવી શકયતા છે. આ ઉપરાંત, ડીજીટલ ટ્રાન્જેકશનો જે થાય છે. તેના પર 2 ટકા હિસ્સો વસુલાય છે. જોકે, નિષ્ણાંતોનાં જણાવ્યા મુજબ નવા નિયમોથી ટેકસ માળખામાં નવી ગૂંચ ઉભી થશે. સોશ્યલ મીડીયા જાયન્ટસ કંપનીઓની આવક વહેંચણી પર કેટલા ટકા હિસ્સો રાખવો, તેના માટેની પધ્ધતિ વગેરે એક પડકાર રૂપ છે. વર્ષ 2020માં આ ગુગલ અને ફેસબુકનાં 5384 કરોડ અને 1277.39 કરોડ રૂપીયાના ટ્રાન્જેકશનો થયા હતા.

  • હાલ, ફેસબુક, ટ્વીટર અને ગુગલ સહિતની ટેક કંપનીઓ માત્ર ડિજિટલ જાહેરાતોનાં જ ચૂકવણા કરે છે
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની જાહેરાતની રોકડી અને ડીજીટલ ટ્રાન્જેકશનો પર પણ સરકાર હિસ્સો વધારે તેવી શકયતા
  • સોશિયલ મીડીયા કંપનીઓએ હવે, ફરજીયાત ભારતમાં કચેરીઓ સ્થાપવી પડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.