Abtak Media Google News

આવકવેરા વિભાગ હર હંમેશ કરદાતાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ રહે તે માટે કાર્ય કરતા આવ્યું છે. ત્યારે આવકવેરા વિભાગને નાણામંત્રાલય દ્વારા સૂચિત કરવા આવ્યું હતું કે રૂપિયા 50 લાખથી ઓછાના કેશમાં ત્રણ વર્ષ જૂના કેસ ખોલી શકાસે. નાણાપ્રધાન દ્વારા આવકવેરા આકારણીના કેસ ફરીથી ખોલવાની સમય મર્યાદા છ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરી દીધી છે, જ્યારે ગંભીર કર છેતરપિંડીના કેસ કે જેમાં છુપી આવક રૂ. 50 લાખ કે તેથી વધુ છે, તે 10 વર્ષ હશે. આ વાતને દિલ્હી હાઈકોર્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે અને આવકવેરા વિભાગને તાકીદ પણ કરાઈ છે.

50 લાખ રૂપિયાથી ઓછી કરચોરીના કેસમાં 3 વર્ષ જૂના કેશ ખોલી શકાસે

દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે 10 વર્ષની વિસ્તૃત મર્યાદા અવધિ ગંભીર કરચોરી સાથે સંકળાયેલા કેસોમાં લાગુ થશે, ખાસ કરીને જ્યારે રૂ.થી વધુની છુપાવેલી આવકના પુરાવા હોય.  50 લાખ.  કોર્ટ આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 149(1) હેઠળ નિર્ધારિત મર્યાદા સમયગાળાની લાગુતાને લગતી રિટ અરજીઓના જૂથ પર વિચારણા કરી રહી હતી.

તદનુસાર, કોર્ટે જણાવ્યું હતું કે, “મેમોરેન્ડમ મુજબ, જો, “સામાન્ય કેસોમાં”, સંબંધિત આકારણી વર્ષના અંતથી ત્રણ (03) વર્ષ વીતી ગયા હોય તો તે કોઈ નોટિસ આપવાનો ઈરાદો નહોતો.  સંબંધિત મૂલ્યાંકન વર્ષના અંતથી નિર્ધારિત ત્રણ (03) વર્ષથી વધુની નોટિસ ફક્ત અમુક ચોક્કસ કેસોમાં જ જારી કરી શકાય છે;  બિલમાં એવું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે જ્યાં એઓ  પાસે પુરાવા હતા કે 50 લાખ કે તેથી વધુની આવક છટકી ગઈ છે. આવકવેરા વિભાગ પાસે આ પ્રકારના કેસોનો ભરાવો થયો છે અને પરિણામ સ્વરૂપે આ બેક લોગ ને ઘટાડવા માટે આ અંગે પિટિશન કોર્ટમાં થઈ હતી જેના પરિણામ સ્વરૂપે દિલ્હી હાઇકોર્ટે આવકવેરા વિભાગને તાકીદ કરીને જણાવ્યું છે કે 50 લાખથી વધુની કરચોરી માં જ 10 વર્ષ જુના કેસ ખોલી શકાશે. ત્યારબાદ ખરા અર્થમાં કરદાતાઓને ઘણો ફાયદો પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.