Abtak Media Google News

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ, હત્યા જેના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. લોકો નાની નાની વાતમાં એકબીજાની હત્યા કરતાં જરાય અચકાતા નતી. દરરોજ હત્યાના બનાવોના અનેક સમાચારો ટીવી અને ન્યૂઝ પેપરમાં સામે આવતા રહે છે. ત્યારે આવી જ એક ઘટના માંગરોળમાં બની છે. જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અહીં મહિલાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે માંગરોળ નજીક આવેલા ઢેલાણા ગામે એક મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે કોઇ ધારદાર હથિયાર વડે મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી હતી. તો મહિલાના મૃતદેહને તપાસ માટે હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.