•  કિરણ નવગીરે આક્રમક રમત રમી યુપી ને જીત અપાવી હતી

વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની શરૂઆત 23 ફેબ્રુઆરીના રોજ થઇ હતી. કુલ પાંચ ટીમો ભાગ લઇ રહી છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વુમન, મુંબઈ ઇન્ડિયન્સ વુમન, દિલ્હી કેપિટલ્સ વુમન, યુપી વોરિયર્સ વુમન અને ગુજરાત જાયન્ટ્સ વુમનનો સમાવેશ થાય છે. બુધવાર સુધીમાં કુલ 6 મેચો રમાઇ છે. દરમિયાન માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગલોર વુમેનની ટીમ એકપણ મેચ હારી નથી. આરસીબીની ટીમ 2 મેચમાં 2 જીત સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

 વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર 2 મેચમાં 2 જીત મેળવી 4 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. મુંબઈ ઇન્ડિયન્સ 3 મેચમાં 2 જીત અને 1 પરાજય સાથે 4 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. દિલ્હી કેપિટલ્સ 2 મેચમાં 1 જીત અને 1 પરાજય સાથે 2 પોઇન્ટ મેળવી ત્રીજા સ્થાને છે. જ્યારે યુવી વોરિયર્સ 3 મેચમાં 1 જીત અને 2 પરાજય સાથે 2 પોઇન્ટ મેળવી ચોથા સ્થાને છે. ગુજરાત જાયન્ટ્સ સિઝનમાં હજુ એક પણ મેચ જીતી શકી નથી. તે 2 મેચ રમી છે અને બન્નેમાં પરાજય થયો છે.

 બુધવારે યુપી વોરિયર્સની ટીમે પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 161 રન બનાવ્યા હતા. હાયલી મેથ્યુસે સૌથી વધારે 55 રન બનાવ્યા હતા. જવાબમાં યુપી વોરિયર્સની ટીમે 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કિરણ નવગીરે 31 બોલમાં 6 ફોર, 4 સિક્સર સાથે 57 રન બનાવ્યા હતા. વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની એલિમિનેટર મેચ 15 માર્ચે યોજાશે. જ્યારે ફાઇનલ મેચ 17 માર્ચના રોજ રમાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.