Abtak Media Google News
  • શિવરાત્રી મેળાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે
  • ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે

જૂનાગઢની ધરતી એ સંત સુરા અને સાવજોની ધરતી કહેવામાં આવે છે પરંતુ આ જૂનાગઢની ધરતી પર વાત કરવામાં આવે તો શિવરાત્રીનો મેળો તે ભજન ભોજન અને ભક્તિનો મેળો કહેવામાં આવે છે આ ભજન ભોજન અને ભક્તિનો મેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને ભવનાથના દ્વારે ખેંચી લાવે છે અને આખા વર્ષ દરમિયાન શિવરાત્રીના મેળામાં લોકો આવવા માટે પ્રતીક્ષા કરતા હોય છે ત્યારે એક સમયે સતત ત્રણ વર્ષ અને ત્યારબાદ બે વર્ષ એમ કુલ પાંચ વર્ષ અને પાંચ વખત શિવરાત્રીનો મેળો યોજવામાં આવ્યો હતો અને તેના પાછળના રોચક તથ્યો પણ જાણવા જેવા છે હાલમાં શિવરાત્રીનો મેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ મેળો પાંચ વખત યોજવામાં નહોતો આવ્યો તેના તથ્ય પણ રોચક છે..

Why Had To Close The Mahashivratri Fair Of Junagadh Five Times?
Why had to close the Mahashivratri fair of Junagadh five times?

શું છે શિવરાત્રીના મેળાનું મહત્વ

આદિ અનાદિકાળથી મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આ મહાશિવરાત્રીના મેળાની શરૂઆત કરવાની ધાર્મિક માન્યતા અને પુરાવા આજે પણ મહાભારતમાં જોવા મળે છે જૂનાગઢના નવાબ અને તે સમયના શાસકોએ ઇતિહાસમાં સતત ત્રણ વખત આ મેળો બંધ રાખવો પડ્યો હતો જેના પુરાવા આજે પણ જોવા મળે છે… આ બાદ હમણાં મહામારીમાં પણ મેળો બે વર્ષ માટે બંધ રાખવામાં આવ્યો હતો તેના પણ પુરાવા આજે જોવા મળે છે…

કયા વર્ષે અને ક્યા કરણથી મેળો રહ્યો હતો

Why Had To Close The Mahashivratri Fair Of Junagadh Five Times?
Why had to close the Mahashivratri fair of Junagadh five times?

1944 45 અને 46 માં સતત ત્રણ વર્ષ સુધી આ મેળો બંધ રાખવામાં આવ્યો હતો.

જૂનાગઢના નવાબ મહોબત ખાન ત્રીજાએ 1944 માં સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધમાં ડૂબી ગયું હતું ત્યારે તેને ધ્યાનમાં રાખીને આ મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મેળો બંધ રાખવાની દસ્તુર અલ- અકીલ માં પણ જાહેરાત કરવામાં આવી હતી.

વર્ષ 1945માં શીતળા નામની મહામારીએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે મેળામાં શીતળા રોગની વધુ અસર ન ફેલાય અને મેળામાં આવનાર ભગવાન શિવના કોઈ પણ ભક્ત શીતળા નામના રોગનો ભોગ ન બને તે ધ્યાનમાં રાખીને આ મેળાને આરોગ્ય અને સલામતીના આધારે બંધ રાખવામાં આવ્યો હતો.

વર્ષ 1946 માં જે તે સમયના શાસકોએ મેળાનું આયોજન કરવામાં અસમર્થ થતા દર્શાવી હતી એટલે કે ત્યારે મેળો કરવામાં આવ્યો ન હતો આ સમયગાળામાં એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં તમામ યાત્રાળુઓ અને અહીં આવનાર શિવભક્તોને તેમની સાથે ખાંડ અને કેરોસીન લાવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું જે તે સમયના તત્કાલીન શાસકો દ્વારા 1946 માં ખાંડ અને કેરોસીનના પુરવઠામાં અછત હોવાને લીધે મહાશિવરાત્રીનો મેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

Why Had To Close The Mahashivratri Fair Of Junagadh Five Times?
Why had to close the Mahashivratri fair of Junagadh five times?

વર્ષ 21 અને 22 માં મહામારીને લીધે મેળો થયો હતો રદ

2021 અને 22 માં કોરોનાની મહામારી જોવા મળી હતી 2021 અને 22 માં કોરોના બાદ શિવરાત્રીનો મેળો બે વર્ષ બંધ રહ્યો હતો.. વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોનાયક સતત બે વર્ષ સુધી વિનાશ કર્યો હતો આ સાથે ધાર્મિક પરંપરા મુજબ તે સમયે મેળા ને પ્રતિકાત્મક રીતે મંજૂરી આપવામાં આવી હતીહાલના મેળામાં આયોજન અને અહીં થનારી સેવાકીય કામગીરી બાબતે સરકાર માત્ર એક એજન્સી પૂરતી સીમિત છે અહીં આવનારી સામાજિક સંસ્થાઓ મેળાનું સમગ્ર સંચાલન ઉતારા મંડળ અને તમામ સુવિધાઓ સંભાળે છે આ મેળામાં માત્ર સુરક્ષા અને સલામતી અને સામાન્ય જરૂરિયાતો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે…શિવરાત્રીનો મેળો શરૂ થાય એટલે એક લોક મૂખે એવી પણ ચર્ચા જ જાગે કે આ મેળો છે લોકો પોતે મેળે મેળે આવે અને મેળે મેળે જતા રહે તેને મેળો કહેવાય તેથી હાલમાં હવે પાંચથી આઠ માર્ચ સુધી જે શિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન થવાનું છે ત્યારે લાખોની જન સંખ્યા આ શિવરાત્રીના મેળામાં ઉમટી પડશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.