Abtak Media Google News
એલર્જીથી થતી શરદીની સમસ્યાના સચોટ આયુર્વેદ ઇલાજનો નિદાન કેમ્પ અને તેના દર્દીઓ સાથે વાર્તાલાપ યોજાશે
એલર્જીને કારણે દવા લઇને થાકેલા દર્દીઓ માટે વિનામૂલ્યે અનોખો તબીબી સેવા યજ્ઞનો લાભ લેવા જાહેર અનુરોધ

અબતક, રાજકોટ

ભારતના વિશ્વ વિખ્યાત પદ્મશ્રી રસવૈદ વૈદ્ય બાલેન્દુ પ્રકાશજી તા.28મી રવિવારે રાજકોટ આવી રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી આયુર્વેદમાં વિવિધ સંશોધન કરીને એલર્જી જેવી સમસ્યાને કારણે થતી વિવિધ પીડાઓમાં તેમણે સચોટ ઇલાજ શોધી કાઢ્યા છે. રાજકોટમાં તે આ વિષયક વિના મૂલ્યે નિદાન કેમ્પ અને સેમિનાર યોજવાના છે. રસ ધરાવતાઓએ આ બંને આયોજનનો લાભ લેવા જાહેર અનુરોધ કર્યો છે.

રાજકોટની અથર્વ આયુર્વેદીક હોસ્પિટલના ડો.ગૌરાંગ જોષી અને ડો.ભાવના જોષી દ્વારા નિદાન કેમ્પ અને સેમિનારનું આયોજન કરાયેલું છે. તા.28મીએ સવારે 9 થી 12 અથર્વ હોસ્પિટલ, 2- પારસ સોસાયટી મેઇન રોડ, નિર્મલા સ્કુલ સામે નિદાન કેમ્પનું વિના મૂલ્યે આયોજન કરેલ છે. આ નિદાન કેમ્પમાં એલર્જીથી થતી શરદી, નાકમાંથી પાણી પડવું, સતત છીંકો આવવી, આંખો લાલ થવી, માથું દુ:ખવું, નાકની અંદર ખંજવાળ આવવી સાથે વારંવાર એલર્જીની દવા લઇને થાકી ગયેલા દર્દીઓને પદ્મશ્રી વૈદ્ય બાલેન્દુ પ્રકાશજી નિદાન કરીને દવા પણ વિના મૂલ્યે આપશે. આ કેમ્પમાં ભાગ લેવા માટે મો.90548 23881 ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.રાજકોટમાં એલર્જીને કારણે થતી વિવિધ સમસ્યા માટે સેન્ટર શરૂ આજ દિવસથી થશે, જેમાં આયુર્વેદના નિષ્ણાંતએ 14 થી વધુ દેશોમાં પ્રવાસ કરીને આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરનાર ડો.ગૌરાંગ જોષી સેવા આપશે. આ ઉપરાંત આયુર્વેદમાં કેન્સર નિષ્ણાંતમાં પ્રથમ ડીગ્રી મેળવનાર મહિલા તબીબ ડો.ભાવના જોષી પણ સેવા આપશે.

Img 20220826 Wa0160

28 મીએ રવિવારે સાંજે 4 થી 6 સિઝન સ્કવેર મોલ, બીજે માળે, અમિન માર્ગ ખાતે પદ્મશ્રી વૈદ્ય બાલેન્દુ પ્રકાશજીનો એલર્જી વિષયક વિના મુલ્યે સેમિનાર યોજવામાં આવેલ છે. વિના મૂલ્યે યોજાયેલ આ સેમિનારમાં લાભ લેવા રસ ધરાવનારાઓને અનુરોધ છે. એલર્જી સંદર્ભેની સમસ્યા ઓમાં બાલેન્દુ પ્રકાશજી માર્ગદર્શન આપશે. દર્દીના પ્રશ્ર્નોનાં જવાબ પણ આપશે. શીળસ, માઇગ્રેન, અસ્થમા જેવી વિવિધ સમસ્યાઓ આયુર્વેદ પધ્ધતિથી મટી શકે તે સંદર્ભેની સંશોધનની વાત સારવાર વિશે પણ માહિતી આ સેમિનારમાં અપાશે.રાજકોટમાં અથર્વ આયુર્વેદ હોસ્પિટલ ખાતે શરૂ થનાર એલર્જીથી થતા વિવિધ રોગોના નિદાન સારવારનાં સેન્ટરનો શુભારંભ પણ પદ્મશ્રી બાલેન્દુ પ્રકાશજીનાં વરદ હસ્તે યોજાનાર છે. આ સેન્ટરને કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં લોકોને મહત્વની તબીબી સેવાનો લાભ મળશે. નિદાન કેમ્પ અને સેમિનારમાં ભાગ લેવા વ્યવસ્થાનાં ભાગરૂપે મો.90548 23881 ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોવાથી રસ ધરાવતા દર્દીઓ તાત્કાલિક નોંધણી કરાવી દેવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.