કાલે વર્લ્ડ હાર્ટ ડે,એકલતા, હતાશા અને અસુરક્ષાની ભાવના હૃદયરોગ વાનું મુખ્ય કારણ: ડો.ધર્મેશ સોલંકી

૫૦ ટકા લોકોમાં હાર્ટની બીમારી ૫૦ વર્ષી નીચેની વયમાં જોવા મળે છે: આ વર્ષનો વિશેષ વિષય ‘માય હાર્ટ, યોર હાર્ટ’

સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવાર વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવાય છે. વિશ્ર્વની જુદી  જુદી સંસોધન કરતી સંસ્થાઓ દ્વારા હૃદય રોગને મૃત્યુનું પ્રથમ કારણ જણાવવામાં આવ્યુ છે.  ભારતમાં હૃદયરોગનુ પ્રમાણ નોન ડાયાબેટીક પુખ્ત વયના લોકોમા  ૧૧%  જેટલુ દર્શાવામાં આવેલુ છે, ડાયાબેટીક ર૪%, ૪૦ વર્ષ્ાથી નીચેના રપ%  લોકોને  હાર્ટ અટેક આવે છે. પ૦% લોકોમા હાર્ટની બીમારી પ૦ વર્ષ્ાથી નીચેની વયમાં જોવા મળે છે. હૃદયને લગતી બીમારીઓ માટે આટલો ઉંચો દર ભારત માટે ચીંતાજનક છે. તો આ માટે  વર્લ્ડ હાર્ટ ડે નિમિતે  હૃદય રોગને અટકાવવા આટલુ જાણીએ અને કરીએે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ અને સ્વસ્થ ભારતનુ અભિયાન શરૂ કરેલ છે, તો હુ સ્વસ્થ હૃદય અભિયાનમાં જોડાવવું જોઈએ.

હૃદય રોગના મુખ્ય પિરબળો જેમકે બ્લડ પે્રશર,ડાયાબીટીસ, તમાકુ સેવન, કોલેસ્ટેરોલની વધુ માત્રા વિગેરે, ભારતમાં એવુ જોવા મળ્યુ છે કે ઉપરોક્ત પરીબળો  જેવા કે સ્થુળતા (કમરનુ માપ ૩૪ ઈંચ કે તેથી વધુ ) હોય તો વ્યાયામ/ક્સરતનો ફળો અને લીલા શાકભાજીનો અભાવ, લોહીમાં હોમોસીસ્ટીનની વધુ માત્રા, લોહીમાંની માત્રા વધુ એક પ્રકારની ચરબી છે. આ ઉપરાંત ભારતીયો વારસાગત રીતે હૃદય રોગ થવા માટે મુખ્ય કારણ છે. વધારે પડતા મોબાઈલના ઉપયોગને કારણે આપણે એકલતા, હતાશા, અસુરક્ષ્ાાની ભાવના અનુભવીએ છીયે જે હૃદય રોગ થવા પાછળ એક અગત્યનુ કારણ છે.

આ વર્લ્ડ હાર્ટ ડે નિમિતે આપણે શપથ લઈએ જે આપણા પરીવારજનો, મિત્રો અને સહકર્મીઓ માટે પણ ઉપયોગી થાશે. હું શપથ લઉુ છુ કે દિવસનો એક કલાકનો સમય ક્સરત, યોગા, મેડીટેશન માટે ફાળવીશ. હું બાળકોને શપથ લેવડાવીશ કે તેઓ જંક ફુડથી દુર રહે અને ફળ, લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખે, આ ઉપરાંત કોઈપણ રમત ગમતમાં ભાગ લેવા ર્સ્માટ ફોનથી દુર રહેવુ. હું મારી પત્નિને શપથ લેવડાવીશ કે તે માટે પૌષ્ટીક અને લો-ફેટ ખોરાક બનાવે. આ ઉપરાંત એક્વાર  ગરમ કરેલુ તેલ ફરીથી ઉપયોગમા નહી લઉ.

વડીલ વર્ગને શપથ લેવડાવીશ કે તેઓ હેલ્થ ચેકઅપ નિયમિત કરાવે અને દવાઓ નિયમિત લે, મિત્રો અને સહકમર્મીઓને શપથ લેવડાવીશ કે કામ દરમ્યાન ટેન્શન અને સ્ટ્રેસથી દુર રહેવુ, સ્ટ્રેસ ફ્રી વાતાવરણ ઉભુ કરવુ. તો હવે આપણે બધા સૌ સાથે મળીને સ્વસ્થ ભારત, સ્વસ્થ હૃદય તરફ કદમથી કદમ મેળવીને વર્લ્ડ હાર્ટ ડે નિમિતે શપથ લઈએ કે વ્યશન મુક્ત સમાજનુ નિર્માણ કરીએ.