Abtak Media Google News

Table of Contents

ભાષાના જન્મ પહેલા આદિમાનવ કે ગુફામાં રહેતો માનવી એકબીજા સાથે સંવાદમાં વિવિધ અવાજો અને હાવભાવનો સહારો લેતો હતો. જેમ જેમ માનવીએ પ્રગતિ કરી તેમ તેમ તેના રહન સહન, બોલચાલની ભાષા વિગેરેમાં પણ પરિવર્તન આવતું ગયુ. જુના જમાનામાં કોઇ વાત બધાની વચ્ચ કહેવાની થાય ત્યારે ચહેરાના હાલભાવ કે આંખોના ઇશારાનો સહારો લેતા હતા. એ જમાનામાં પ્રેમીઓએ પણ પોતાની ભાષા પોતે વિકસાવી હતી, જેમાં ‘ઇશારા’ તરીકે ઓળખાતી હતી. આજે વિશ્વ સાંકેતિક ભાષા દિવસ છે, ત્યારે વિશ્વમાં સૌ પ્રથમ 1951માં રોમ શહેરમાં સાંભળવાની ક્ષતિ વાળા એકત્ર થઇને તેના સંઘની સ્થાપના કરી હતી. આજનો દિવસ વૈશ્ર્વિક સ્તરે 2017 થી ઉજવાય છે. છેલ્લા બે વર્ષ થી જનજાગૃતિના ભાગરુપે સપ્ટેમ્બર માસનું અંતિમ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાય છે.

Advertisement

ર018 થી ઉજવાતા આ દિવસ સપ્ટેમ્બર માસના છેલ્લા રવિવાર સુધી જનજાગૃતિ વીક સેલીબ્રેશન કરાય છે: આપણાં દેશમાં ર01પમાં સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ સેન્ટરની સ્થાપના થઇ: આ વર્ષની થીમ: સાઇન લેગ્વેજીસ યુનાઇટઅસ છે

આપણાં દેશમાં આવા ખામી વાળા બધા માટે સરકારે ‘દિવ્યાંગ’ શબ્દ આપ્યો છે, જેને કારણે અન્ય નામોથી હવે કોઇ ન બોલાવાતા તેનું સન્માન જળવાય છે. આપણાં દેશમાં વિકલાંગ ધારાના અમલ બાદ છેલ્લા દોઢ દાયકામાં આવી ખામી વાળા લોકો માટે વિવિધ સવલતો મળી છે. તેના શિક્ષણનો સ્પેશિયલ અભ્યાસક્રમ, પુસ્તકો ખાસ, મોબાઇલ, ચશ્મા, હિયરીંગ એડ જેવી ઘણી સુવિધા સરકાર મફત આપે છે. 2015માં આપણાં દેશમાં સાઇન લેંગ્વેજ રિસર્ચ એનડ ટ્રેનીંગ સેન્ટરની સ્થાપના કરાય હતી.કુદરતે રચેલી દુનિયા જો સાવ શાંત હોય તો શું સુંદર લાગત? અવાજ વગરની દુનિયા કેવી લાગે ? એક વાત નકકી કે ભાષા વગર આ ગ્રહ પર રહેવું મુશ્કેલ ગણાય, હાલ વિશ્વમાં વિવિધ બોલાતી ભાષા સામે ન સાંભળી શકનાર અને દ્રષ્ટિ ક્ષતિ જેવા વિવિધ દિવ્યાંગ માટે 300 થી વધુ સાઇન લેગ્વેજ ઉપયોગમાં છે. સાંકેતિક ભાષાઓની નિહાળી દુનિયા છે. ઇતિહાસ છે અને તેમાં પણ નવા યુગ સાથે વિવિધ બદલાવ આવતા જાય છે. સાઇન લેગ્વેજ એક મૌનની ભાષા છે.

સાંકેતિક ભાષાઓએ સંપૂર્ણ વિકસિત ભાષાઓ છે, તેને પોતાના શબ્દ ભંડોળ અને વ્યાકરણ પણ છે: ઘણીવાર આ ભાષામાં મેન્યુઅલ ચિન્હોનો સમાવેશ થાય, જેમાં હેન્ડશેપ, હલન ચલન અને હાથના વિવિધ ઇશારા જે અર્થ વ્યકત કરે છે.

આજના દિવસે આ વિશે જાણકારી મેળવીને અન્યોને જાગૃત કરીને, આવા લોકોએ મેળવેલ સિઘ્ધીની સરાહના કરવાની છે. મૌનની ભાષામાં જયારે પ્રેમ ભળે છે, ત્યારે માનવી તો શું પશુઓ પણ સમજવા લાગે છે. વિશ્વમાં સાંભળી ન શકનારની સંખ્યા લગભગ 7 કરોડથી વધુ છે, એ પૈકી 80 ટકાથી વધારે લોકો વિકાસશીલ દેશોમાં વસે છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ આપણે ત્યાં પણ 63 લાખ લોકો હતા જે આંકડો આજે દશ વર્ષ બાદ તો ઘણો મોટો થઇ ગયો હશે. સાંભળવા માટે અશકત લોકો આ ભાષાની મદદ વડે તેની સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખે છે. આજે તેમની શાળાઓ પણ ઘણી ભૌતિક વિધા વાળી જોવા મળે છે. આવા લોકો માટે વીકમાં એકવાર તેની ભાષામાં દુરદર્શન પર સમાચાર પણ આવે છે.

પ્રાદેશિક સાંકેતિક ભાષાઓમાં ભિન્નતા બોલાતી ભાષા જેવી જ છે: વિશ્વમાં 7 કરોડ લોકો સાંભળવાની ક્ષતિ ધરાવે છે: હાલ વિશ્વમાં 300 થી વધુ સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરે છે: તેના પ્રકારોમાં વિવિધ સંકેતો અને ચહેરાના હાવભાવનું વિશેષ મહત્વ છે.

આપણાં દેશમાં તેની સંખ્યા વધી રહી છે ત્યારે આવા લોકો ને સહયોગ આપવો સૌની ફરજ છે. સાંભળવામાં તકલીફ પડવી અને બહેરા હોવું એ બન્નેમાં અંતર છે. બહેરાશ એ કોઇ વિકલાંગતા નથી, આ વાત સમાજ ને જણાવીને તે લોકો પણ સામાન્ય લોકોની જેમ જીવન જીવે તેવું વાતાવરણ નિર્માણ કરવું પડશે. આ ભાષા સાંકેતિક હોવાથી તેના શબ્દ ભંડોળને સમજાવવા સરળ પડે છે. આસામી ભાષાના શબ્દો કોશ બ્રેઇલમાં જોવા મળે છે, હેમ કોશ એ ભાષાનો સૌથી જુનો કોશ છે. આ વર્ષની ઉજવણી થીમ ‘સાઇન લેંગ્વેજ યુનાઇટઅસ’ જેનો અર્થ એક એવી દુનિયા જયાં બહેરા લોકો ગમે ત્યારે સહી કરી શકે છે, સાંકેતિક ભાષાએ સંપૂર્ણ વિકસીત ભાષા છે.  અને તેની પોતાની શબ્દ ભંડોળ અને વ્યાકરણ છે. બહેરા લોકો એકબીજા સાથે કે સમુદાયો વાત કરવામાં તેનો ઉપયોગ કરે છે. આ લેગ્વેજમાં ઘણીવાર મેન્યુઅલ ચિન્હોનો સમાવેશ થાય છે, જેમ કે હેન્ડ શેપ, હલન ચલન અને વિવિધ હાવભાવ કરાય, જે તેનો અર્થ વ્યકત કરે છે. સાઇન લેગ્વેજને પોતાના નિયમો છે.

પ્રાદેશિક કક્ષાએ બોલાતી ભાષાઓની જેમ સાંકેતિક ભાષામાં ભિન્નતા જોવા મળે છે. વિશ્વમાં સાઇન લેગ્વેજ સાર્વત્રિક નથી, બધામાં થોડો તફાવત અને વિવિધતા જોવા મળે છે. જેમ કે બ્રિટીશ, અમેરિકન સાઇન લેગ્વેજ પોતાની મુશ્કેલી રજુ કરવા આવા લોકો કોઇ ઇશારો કરે તેનો મતલબ કે તેમને પ્રશ્ર્ન છે.સાંકેતિક ભાષાઓમાં વિવિધ પ્રકારોમાં સંકેતો:, ચહેરાના હાવભાવ, પ્રાદેશિક ભાષા, શબ્દ ભંડોળ, વ્યાકરણ સાથે ઘણું બધુ ઘ્યાન રાખવું પડે છે. બહેરા લોકો સાથે વાતચીત કરવા માટે સાંકેતિક ભાષા એક માત્ર રસ્તો છે. આવા લોકો પણ તેની ભાષા અને સમજ વડે પોતાનો વિકાસ કરીને શિક્ષણમાં શહેર – જીલ્લા કે રાજય કક્ષાએ નામ રોશન કરે છે. આજે વિશ્વભરમાં તેના 135 થી વધુ રાષ્ટ્રીય સંગઠનો ખુબ જ સુંદર કાર્યકારી રહ્યા છે. સાઇન લેગ્વેજ આવા લોકોને એક કરવામાં મદદ કરે છે. દિવ્યાંગ લોકોને પણ તેના અધિકારોમાં આવી ભાષાને માન્યતા સાથે તેના વિવિધ અભ્યાસક્રમો બાબતે પણ આયોજન કરેલ છે.

1817માં પ્રથમ મૂક બધિર શાળા ખુલી

1817માં અમેરિકામાં ફલેરિકને થોમસ હેલક્ધિસ ેલોડેટની સાથે મળીને વિશ્વમાં પ્રથમ મૂક બધિર શાળા શરુ કરી હતી. બાદમાં તેના પુત્ર એ વોશિંગ્ટનમાં બધિરો માટે શાળા શરુ કરી હતી, 1864 માં પ્રથમ કોલેજ પણ શરુ થઇ ગઇ હતી. ર3 સપ્ટેમ્બર 1951માં વિશ્વ બધિર મહાસંઘની સ્થાપના થઇ હોવાથી પ્રતિ વર્ષે આજ તારીખે આ સાંકેતિક ભાષાનો દિવસ ઉજવાય છે.

16મી સદીમાં મૂક બધિર માટે ઔપચારીક સાઇન લેંગ્વેજનો પ્રારંભ

સ્પેનિશ વ્યકિત પેડ્રોપોન્સ ડી લિયોને 16મી સદીમાં મુક બધિર લોકો માટે ઔપચારિક રીતે સાઇન લેંગ્વેજ ક્રિએટ કરી હતી, આજે વિશ્વમાં સૌથી વધુ બ્રિટીનમાં સવાલાખ લોકો સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરે છે, તો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતા 1પ હજાર લોકો પોતાની મુખ્ય ભાષાના રુપમાં આનો ઉપયોગ કરે છે. આપણાં દેશમાં કેરળ ખાતેની ‘નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ સ્પી એન્ડ હિયરીંગ’ નો છ સપ્તાહનો ફ્રિ ઓનલાઇન કોર્ષ કરવામાં આવે છે. જે ભારતની સાઇન લેગ્વેંજ વિશે સારી માહીતી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.