Abtak Media Google News

વર્લ્ડ થીંકીંગ ડે જે દર વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સાથી ભાઈઓ અને બહેનો વિશે વિચારવા, તેમની ચિંતાઓને દૂર કરવા અને માર્ગદર્શનનો સાચો અર્થ સમજવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

૩ 29

વર્લ્ડ થીંકીંગ ડે, વિશ્વભરના તમામ ગર્લ સ્કાઉટ્સ, ગર્લ ગાઇડ્સ અને અન્ય છોકરી જૂથો દ્વારા દર વર્ષે 22 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 22 ફેબ્રુઆરી વિશ્વભરના તમામ ગર્લ સ્કાઉટ્સ, ગર્લ ગાઇડ્સ અને અન્ય ગર્લ જૂથો દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ, વિશ્વભરના ગર્લ ગાઇડ્સ અને ગર્લ સ્કાઉટ્સ વર્લ્ડ થીંકીંગ ડે ની ઉજવણી કરવા માટે સાથે આવે છે.

વર્લ્ડ થીંકીંગ ડે નો ઇતિહાસ

વર્લ્ડ થિંકિગ ડે ની શરૂઆત 1926માં ઓલેવ બેડન પોવેલ દ્વારા કરવામાં આવી હતી. જે વર્લ્ડ એસોસિયેશન ઓફ ગર્લ ગાઇડ્સ એન્ડ સ્કાઉટ્સના (WAGGGS), સંસ્થાપક હતા. આ દિવસ લોર્ડ બેડન પોવેલ, સ્કાઉટિંગના સંસ્થાપક અને તેમની પત્ની ઓલેવ બેડન પોવેલના જન્મદિવસને દર્શાવે છે.

આ દિવસે ખાસ શું છે?

નિષ્ણાતોના મતે, આ દિવસનો પ્રાથમિક ધ્યેય તમામ મહિલાઓ અને છોકરીઓને મુક્તપણે તેમના મંતવ્યો વ્યક્ત કરવા, પ્રાથમિકતાના મુદ્દાઓ પર ચર્ચામાં ભાગ લેવા અને વૈશ્વિક ઉકેલો રજૂ કરવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે. આ દિવસે, સ્કાઉટ્સને અન્ય ગર્લ સ્કાઉટ્સ સાથે માર્ગદર્શન અને જોડાણ કરવાની તક મળે છે. વિશ્વ ચિંતન દિવસ પર, તમામ યુવા મહિલાઓને તેમના માટે મહત્વપૂર્ણ એવા કારણોને પ્રમોટ કરવાની અને એક વિશાળ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેમનો સંદેશો પહોંચાડવાની તક મળશે.

20 Tips To Rid Your Mind From Wandering And Overthinking

વર્લ્ડ થીંકીંગ ડે 2024: થીમ

વર્લ્ડ થીંકીંગ ડે 2024 ની થીમ હજુ નક્કી કરવામાં આવી નથી. 2023 માટેની થીમ નક્કી કરવામાં આવી હતી ‘આપણું વિશ્વ, આપણું શાંતિપૂર્ણ ભવિષ્ય’ અને અગાઉ 2022 ની થીમ ‘આપણું વિશ્વ: આપણું સમાન ભવિષ્ય: પર્યાવરણ અને જાતિય સમાનતા’ હતી.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.