Abtak Media Google News

 

શનિદેવને શનિવારના દેવ પણ ગણવામાં આવે છે. તેઓને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે: મંદ અર્થાત્ ધીમી ગતિ સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિને ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે.

જે કાર્યોના દાતા ભગવાન શનિ મહારાજની પૂજા કરવાનો વિશેષ દિવસ છે. આ દિવસે ભક્તો ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે યોગ્ય રીતે પૂજા કરે છે અને ઉપવાસ કરે છે.

પૌરાણિક કથાઓ મુજબ, શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો. જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી ૪-૮ સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી ૧૨-૧-૨ સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે. દા.ત. ભગવાન શ્રીરામને શનિની સાડાસાતીમાં વનવાસ ભોગવવો પડયો, રાવણ ઉપર શનિની ક્રૂર દૃષ્ટિ પડતાં લંકા વિનાશ,  રાજા હરિશ્ચંદ્રને સ્ત્રી, પુત્ર, રાજપાટવિયોગ, નળરાજાનું પતન તથા વિક્રમાદિત્ય ઉપર ક્રૂર દૃષ્ટિ શનિની પડતાં સાડાસાતીમાં રાજગાદી ભ્રષ્ટ થઇ.

Shani 1590034741

દોષ દૂર કરવા માટે શું કરશો ?

પરંતુ એક સાથે પણ જો તમે શનિ પીડા અથવા શનિ દોષથી મુક્તિ પાના ઈચ્છતા હોય તો શનિવારની સાંજે શનિ મંદિરે જઈ  તેલનો  દીવો ભગવાન  શનીને કરવાથી અને સાથે જ શનિ કવચનો પાઠ કરવાથી  શનિ દોષ દૂર થશે અને સુખમાં વધારો થશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.