દર વર્ષે જ્યેષ્ઠ માસની શુક્લપક્ષની દશમના દિવસે ગંગા દશેરાનું પર્વ મનાવવામાં આવે છે અને આ દિવસે માતા ગંગાનું પૂજન કરવાથી તમામ પાપો ધોવાઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે આ તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવા જોઈએ જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

ગંગા દશેરા ક્યારે છે

5 39

આપણા સનાતન ધર્મમાં માતા ગંગાની પૂજાનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે લોકો ગંગા દશેરાના તહેવાર પર માતા ગંગાની પૂજા કરે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે અને આ દિવસે માતા ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ થયું હતું. ગંગા દશેરાનો આ તહેવાર દર વર્ષે જ્યેષ્ઠ મહિનાની દશમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે, આ વર્ષે દશમી તિથિ 16 જૂન 2024ના રોજ આવી રહી છે આ દિવસે પૂજા કરવામાં આવે છે.

ગંગા દશેરાના સ્નાન અને પૂજન માટેનો શુભ સમય

પંચાંગ અનુસાર, ગંગા દશેરા પર દશમી તિથિ 16 જૂનના રોજ સવારે 2.32 વાગ્યાથી શરૂ થશે અને 17 જૂનના રોજ સવારે 4.43 વાગ્યા સુધી ચાલશે. હસ્ત નક્ષત્ર સવારે 11.13 વાગ્યા સુધી ચાલશે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ બનશે. આ સાથે રવિ અને સર્વાર્થ સિદ્ધિ નામના વધુ બે સંયોગો પણ આ દિવસે થઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.

ગંગા દશેરા પર કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ

6 38

આર્થિક સ્થિતિને મજબૂત કરવા આ કાર્ય કરો

આ દિવસે વિધિ પ્રમાણે તુલસીજીની પૂજા કર્યા પછી તેના કેટલાક પાન લઈને ગંગાજળથી ધોઈ લો અને તેને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે.

વ્યવસાય વૃદ્ધિ માટે

જો તમારો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો આ દિવસે સ્નાન કરો અને સ્વચ્છ કાગળ પર ગંગા સ્તોત્ર લખો અને પછી તે કાગળને પીપળના ઝાડ નીચે દાટી દો, આમ કરવાથી તમને વેપારમાં પ્રગતિ થશે. તમારી સંપત્તિમાં પણ વધારો થશે.

દાન કરવાથી શુભ ફળ મળશે

7 33

આ દિવસે ગંગા સ્નાન કરીને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેનાથી ધનની વૃદ્ધિ થાય છે અને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

નકારાત્મક ઉર્જા દૂર કરવા

જો તમને ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે, તો આ દિવસે તુલસીજીની પૂજા કર્યા પછી, પિત્તળના વાસણમાં 4 થી 5 તુલસીના પાન નાખો, પછી તેમાં ગંગા જળ ઉમેરીને ઘરના પ્રવેશદ્વાર પર છાંટો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.