Abtak Media Google News

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીજી એ મા લક્ષ્મીનું સ્વરૂપ છે. આર્થિક સમસ્યાઓ દૂર થશે.તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના આ ઉપાયો લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે અને અઢળક ધન અને સમૃદ્ધિ આપે છે.

Advertisement

તુલસી પૂજા

દરરોજ તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી સુખ, નસીબ, સંપત્તિ વધે છે. ઘરમાં પૈસા આવે છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ એકાદશીના દિવસે કરવામાં આવેલ તુલસીનો ઉપાય ભાગ્ય ખોલી શકે છે.

એકાદશીના ઉપાય

રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને જળ ચઢાવવાની મનાઈ છે, પરંતુ આ દિવસોમાં તુલસીની પૂજા પણ કરો. એકાદશીની સાંજે કરવામાં આવેલ તુલસીના ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે.Content Image 013Aaa4C 1Cd9 4Fed 9Fdd 7D547D453C94

લોટનો દીવો

આ માટે માટીનો અથવા લોટનો દીવો લો. જો તમે લોટનો દીવો બનાવી રહ્યા હોવ તો ધ્યાન રાખો કે લોટમાં મીઠું ન હોય. આ ઘીનો દીવો સાંજે તુલસીના મૂળ પાસે પ્રગટાવો. ઘીમાં એક ચપટી હળદર પણ નાખો. પરંતુ ધ્યાન રાખો કે દીવો પ્રગટાવતી વખતે તુલસીજીનો સ્પર્શ ન થાય.

દીવાની દિશા

દીવો ઉત્તર દિશા તરફ રાખો. સાથે જ દીવા પાસે ગોળનો એક નાનો ગઠ્ઠો રાખો. ત્યારબાદ તુલસી મા પાસે બેસીને ઓછામાં ઓછા 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરો. આ પછી તમારી સમસ્યા દૂર કરવા અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.

બીજા દિવસે સવારે લોટના દીવામાંથી વાટ કાઢી લો અને ગાયને દીવો અને ગોળ ખવડાવો. દર એકાદશીએ આ ઉપાય કરો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે. જો ઘરમાં તુલસીનો છોડ ન હોય તો તેને મંદિરમાં રાખી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.