Abtak Media Google News

ખાનગી વોટર પાર્કમાં અંદાજે બે દિવસ મેઈટેનન્સની કામગીરી કરી પબ્લીક માટે ખૂલ્લો મૂકાશે: મનપા સંચાલિત સ્વીમીંગ પુલ રાજય સરકારની ગાઈડલાઈન બાદ થશે શરૂ

કોરોનાની મહામારીના કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતુ ત્યારે સીનેમા ઘરો સ્વીમીંગપૂલ વગેરે બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સો ટકા કેપેસીટીથી શરૂ કરવા તથા કોરોના મહામારીમાં મોટી રાહત જોવા મળતા સ્વીમીંગ પુલ વોટર પાર્ક શરૂ કરવા કેન્દ્ર સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે.

પરંતુ રાજય સરકાર દ્વારા હજુ સુધી એસઓપી પ્રસિધ્ધ કરવામાં આવી ન હોવાથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત સ્વીમીંગ પુલ સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવ્યા નથી. આમ લોકો માટે સ્વીમીંગ પુલ ખોલવા જરૂરી માર્ગદર્શિકા આવ્યા બાદ સભ્ય નોંધણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ સ્વીમીંગ પુલ ખોલવા માટેની તૈયારી મનપા દ્વારા આરંભવામાં આવી છે. હજારો નાગરીકો ઉત્સાહિત છે. તેમના માટે કેન્દ્ર સરકારની છૂટછાટો બાદ હવે રાજય સરકારના એસ.ઓ.પી. આવ્યા બાદ સ્વીમીંગ પુલ ખોલવાનો નિર્ણય મનપાએ લીધો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર આજથી વોટરપાર્ક અને સ્વીમીંગ પુલ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.પરંતુ રાજકોટમાં વોટરપાર્ક સંચાલકો આગામી બે દિવસ બાદ શરૂ કરશે તેવું જણાવ્યું હતુ.

લોકો ફરીથી વોટરપાર્કનો આનંદ માણશે તેવી અપેક્ષા: રાજેશભાઈ સેગલીયા

Vlcsnap 2021 02 01 13H35M46S989

આજથી વોટરપાર્ક શરૂ થઇ ગયા છે ત્યારે ક્રિષ્ના કિંગ વોટરપાર્ક ના માલિક રાજેશભાઈ  સેગલીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કજ્ઞભસમજ્ઞૂક્ષ ના સમયે ખાસી એવી મુશ્કેલી પડી હતી જેથી સાફ-સફાઈ કરનાર કર્મીઓના પગાર ચૂકવવા વોટર પાર્ક નું મેન્ટેનન્સ કરવું તેના હિસાબે અમોને ઘણી બધી નુકસાની ગયેલી છે સરકારે જે નિર્ણય કરેલો છે તે નિર્ણય ચાલુ રાખે તેવી અપેક્ષા છે અને સરકાર ને ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ અમારે ત્યાં આવતા મુલાકાતીઓ માટે સેનેટાઈઝર ટેમ્પરેચર ગન સહિત ની સુવિધા રાખેલી છે અમારે ત્યાં સાફ સફાઇ પણ પૂર્ણ રીતે કરવામાં આવે છે અને કોસ્ચ્યુમ પં દરરોજ વોશિંગ કરવામાં આવે છે રાજકોટની જનતાને અમારી અપીલ છે કે વોટરપાર્ક નો આનંદ માણે અને સાથ સહકાર આપે તેરી અમારી અપેક્ષા છે

લોકોની પૂરતી કાળજી લેવામાં આવશે: પ્રવિણભાઈ શેગલીયા

Vlcsnap 2021 02 01 13H33M49S183

લાયન્સ વોટરપાર્ક ના માલિક પ્રવિણભાઈ શેગલીયા અને મહેશભાઈ બોરીચાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી કેન્દ્ર સરકાર દ્વારા વોટરપાર્ક તથા સિનેમા ઘરો ખુલ્લા મૂકવામાં આવ્યા છે ત્યારે તેઓ સરકાર ને ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને તેઓનું કહેવું છે કે લોકડાઉન સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો વોટરપાર્ક ના મેન્ટેનન્સ લઈને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડ્યું હતું અને હવે જ્યારે સરકાર દ્વારા વોટરપાર્ક ખુલ્લા મુકવામાં આવ્યા છે ત્યારે તેઓ લોકોની સલામતી માટે ખૂબ ધ્યાન રાખશે, સેનેટાઈઝર અને ટેમ્પરેચર ગન ની સુવિધા રાખવામાં આવે છે સાથે સ્વીમિંગ કોસ્ચ્યુમ ને પણ દરરોજ સરખી રીતે ધોવામાં આવશે અને લોકોની કાળજી કરવામાં આવશે. તેઓને રાજકોટની જનતા પાસેથી એવી અપેક્ષા છે કે રાજકોટની જનતા હર હંમેશ ખુશ રહે છે અને કોઈપણ સંજોગોમાં આનંદ લે છે તો ત્યારે હવે જ્યારે સરકાર દ્વારા વોટરપાર્ક ખુલ્લા મુકવામાં આવ્યા છે ત્યારે રાજકોટ ની જનતા લાયન્સ વોટરપાર્ક નો આનંદ જરૂર લે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.