Abtak Media Google News

પાંચ વર્ષનાં લાંબા અંતરાલ બાદ વનિતાના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો અને તેનું શાળાજીવન નવેસરથી ધબકતું થયું!

મુંબઇ, ગુજરાત સહિત દેશભરમાં ઘણા એવા ગરીબ પરિવારો છે. જે પોતાના ઘરનાં સંતાનોને જબરદસ્તી ભીખ માંગવા પર મજબૂર કરે છે. આજી પાછળની વરવી વાસ્તવિકતા તો એ છે કે માસુમ બાળકોને વધારે ભીખ મળી શકે એવી માનસિકતા સાથે સિગ્નલ અથવા મંદીરના પ્રાંગણમાં એમને મોકલી  આપવામાં આવે છે, સાંજ પડયે પરિવારનો જ કોઇ સભય એને ફરી પોતાની સાથે ઘેર લાવી સંતાનની કમાણી ઉપર લીલાલહેર કરે છે!

નારાયણનગરમાં રહેતી વનિતાની કહાની પણ આવી જ કંઇક છે ! પિતા સાવ બેકાર બેસી રહે ઘરમાં વાસણ ખખડતા હોય, પેટમાં ચૂહા દોડી રહ્યા હોય એમ છતાં એના દિલમાં જરાસરખી પણ વ્હાલપ ન ઉપજે, ઇચ્છા થાય ત્યારે પોતે કચરો વીણી આવે, બાકીના સમયમાં દારૂ ઢીંચીને ઘરનાં ખાટલા ઉપર પડયા રહે! આવી સ્થિતિમાં વનિતાએ ઘરની આર્થિક માંગને પહોંચી વળવા માટે પહેલા ધોરણ બાદ શાળાના પગથિયાને અલવિદા કહી ભિક્ષાવૃતિનો માર્ગ અપનાવ્યો હતો. દરરોજ અમુક કલાકો માટે ભીખ માંગવા નીકળી પડતી વનિતાને વાઉ પ્રોજેકટ થકી નિયમિત રીતે બે કલાકની સહશૈક્ષણિક પ્રવૃતિઓ કરાવવામાં આવી. એમના વાલીનો સંપર્ક સાધવામાં આવ્યો, પરંતુ તેઓ વનિતાને શાળામાં પ્રવેશ અપાવવા મુદ્દે ટસનાં મસ ન થયા. અંતે પુષ્કળ દિવસોની મથામણ બાદ તેમણે પોતાની દીકરીને ફરી શાળામાં જઇને અભ્યાસ શરુ કરવાની મંજુરી આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.