Abtak Media Google News

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

‘અબતક’ના સોશિયલ મીડીયાના ફેસબુક પેજ ઉપર આ શ્રેણીનું દરરોજ સાંજે 6 વાગે જીવંત પ્રસારણ માણો

કોકોનટ થિયેટર અને અબતક ચેનલનાં સોશિયલ મીડીયાના  ફેસબુક  ઉપર દરરોજ  સાંજે 6 વાગે રંગભૂમીના જાણીતા કલાકારો ‘ચાય -વાય અને રંગમંચ’ શ્રેણીમાં મનોરંજન સાથે ટીવી અનુભવો લાઈવ શેર કરી રહ્યા છે. દેશ વિદેશના ખૂણેખૂણેથી કલા રસિકો આ સુંદર કાર્યક્રમ માણી રહ્યા છે.  છેલ્લા સતત 40 દિવસથી આ શ્રેણી શ્રોતા લાઈવ જોડાઈને  માણી રહ્યા છે.

ગુજરાત તખ્તાને સંગ શ્રેણીમાં ગઈકાલે   વૈભવ દેસાઈએ એમના મિત્રો અને પ્રેક્ષકો સાથે લાઈવ વાતો કરવા પધાર્યા હતા. નાટક નાં અટકે તે રંગદેવતાની પૂજા બાદ શ્રીફળ વધેરાય એ શુભ શુકન કહેવાય, એવા કોકોનટનાં સેશનને શુકનવંતુ કહેતા એમણે વાત શરુ કરી.  મેજિકઓફ ડીરેક્શન, સોંગ,મ્યુઝીક   આ વિષય પર વિગતવાર વાત કરતા. જણાવ્યું કે કોકોનટ ચાયવાય એન્ડ રંગમંચના આજ સુધીના દરેક સેશન જોયા છે. અને ઘણું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યોનો નાટક માટે વિરોધ હતો છતાં પણ પપ્પા એક નાટકના રિહર્સલમાં લઇ ગયા અને નાટકમાં કામ કરવાની ચાનક ચઢી. 1999 માં મેજિક થયું અને નાટક મળ્યું સતત 3 વર્ષ સુધી ઘણા નાટકોમાં બેકસ્ટેજ કર્યું. નાટકની પ્રોસેસ જોતા ખબર પડી કે લેખક પણ મેજિક કરી શકે છે. જે સંવાદો એવા લખે એ કલાકારને યાદ રાખવામાં તકલીફ ન પડે. એને મેજિક જ કહેવાય. પપ્પાએ મારા અંદર એક સરસ દિગ્દર્શક ને જોયો અને એમણે કહ્યું કે તું અભિનેતા કરતા દિગ્દર્શક બની શકીશ અને મેં દિગ્દર્શન  ક્ષેત્રમાં મન વાળ્યું. મારા દિગ્દર્શિત કરેલા નાટકો વખણાયા. 2011-12 માં કાજલ ઓઝાને કોલ કરી એમના જ પુસ્તક માંથી વાત એક રાતની નાટક ભજવ્યું. ઉત્તમ લેખક ઉત્તમ ગડાના રાફડા નાટકને  ભજવવા લીધું અને એને દિગ્દર્શિત કરતા કરતા નાટકના તમામ સિનિયરો પાસે એકલવ્યની જેમ શીખીને એ અનુભવ નાટકમાં રેડયો. રાફડા નાટક ખુબ વખણાયું. હું જાતે મારી જ ક્ષતિઓ કાઢતો જતો અને નાટકને સુંદર બનાવ્યું. નાટકના મેજિક વિષે વૈભવ ભાઈએ વધુમાં જણાવ્યું કે સ્નેહા દેસાઈ લિખિત નાટક  મીરાં  માં સ્ટેજ પર તાપણું અને વહેતી નદી લઇ આવેલા જે જોઈ પ્રેક્ષકો અભીભૂત થઇ ગયા હતા. પ્રેક્ષકોના સવાલોના પણ ખુબ સરસ જવાબ આપ્યા વૈભવ ભાઈએ. નાટકની પસંગી કેવી રીતે કરો છો ? એ સવાલના જવાબમાં જણાવ્યું કે મારા સીનીયરો સાથે વાતો કરતા એમના સંપર્કમાં રહું છું અને એમણે સજેસ કરેલા નાટકો પસંદ કરું છું. લોક ડાઉન બાદ જલ્દી મળીને નાટકોના રીહર્સલ શરુ થાય એવી આશા રજુ કરી.

આવી તો ઘણી સમજદારી પૂર્વકની વાતો  વૈભવ ભાઈએ એમના લાઈવ સેશનમાં જણાવી જે આપ કોકોનટ થિયેટરનાં લાઈવ સેશનમાં જોઈ શકો છો. તમે જો વૈભવ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટર અને અબતકના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, રાગી જાની, જીતેન્દ્ર ઠક્કર, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. તો આજે જ કોકોનટ થિયેટર અને  અબતકના  ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો  કરો અને મળો આપના મનગમતા મહેમાનને.

આજે ગુજરાતી ડિજિટલ મીડિયાનું અગ્રેસર નામ: નિર્માતા કેતન મારૂ

Img 20210520 Wa0209

કોરોના મહામારી પરત્વે નાટકો ફિલ્મો બંધ છે ત્યારે ડિજિટલ મીડિયા-ઓટીટી પ્લેટ ફોર્મનું  મહત્વ વધી ગયું છે.  ગુજરાતી નાટકો, ફિલ્મોમાં ડિજિટલ મીડિયાનું સૌથી વધુ જાણીતું નામ કેતન મારૂનું છે. તેઓ પોતે એક સારા નિર્માતા છે તેમણે ઘા નાટકો-ફિલ્મો અને વીેબસિરીઝ નિર્માણ કરી છે. આજે કોકોનટ થિયેટરની  શ્રેણી ‘ચાય વાય અને રંગમંચ’માં ડીઝીટીલાઈઝેશન ઓફ પ્લે વિષય ઉપર  પોતાની વાત વિચારો રજૂ કરનાર છે. આજનો કાર્યક્રમ માણવા જેવો છે. કલારસિકો ચૂકશો નહીં થિયેટરના અને અબતકના સોશિયલ મીડિયાના  ફેસબુક પ્લેટફોર્મ ઉપર આજે સાંજે 6 વાગે  લાઈવ માણવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.