Abtak Media Google News

ખેડૂતો અર્ધશિક્ષિત હોય ઓનલાઇન નોંધણીથી માંડી નાણા મેળવવા સુધીની મુશ્કેલી પડે

સરકારની સ્પષ્ટ માર્ગદર્શિકાના અભાવે યાર્ડો, વેપારીઓ, ખેડૂતો મુંઝવણ અનુભવે છે

રાજયમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે અને ખેડુતોને પોતાની ખેત ઉપજના વેચાણ માટેની સરકારે વ્યવસ્થા ગોઠવી છે પણ આ વ્યવસ્થા અપૂરતી અને અવ્યવહારૂ હોવાનું ખેડુતોનું કહેવું છે. સરકારે ખેડુતોને બજાર સુધી લાંબા કરવા યાર્ડો જ ખેડુતો સુધી પહોચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.સરકારે જાહેર કરેલી વ્યવસ્થા મુજબ ખેડુતોએ પોતાની ખેત ઉપજ વેચવા માટે તંત્ર અને યાર્ડ સતાધીશો જે દિવસે જેતે માલ વેચાણ માટે નકકી કરે તે મુજબ ઉપજના નમુના લઈ આવવાનું કહેવાયું છે. પણ યાર્ડ સુધી નમુના લઈ આવવામાં ખેડુતોને અનેક મુશ્કેલી પડી શકે છે.

ખેડુતોને યાર્ડ સુધી આવવામાં વાહન વ્યવહારની વ્યવસ્થા નથી વળી રસ્તામાં યાર્ડ સુધી પહોચાડવામાં તંત્ર પોલીસની મુશ્કેલી પડી શકે છે! વળી યાર્ડમાં વધારે ખેડુતો ભેગા થાય વેપારીઓ ભેગા થશય કે મજૂરો પણ હોય તેથી તેમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવું વગેરે મુશ્કેલ બની શકે.વળી ખેડુત પાસેથી કેટલા ભાવે કેટલો માલ ખરીદયો? તેના નાણા ચૂકવણાની વિગત વગેરે અંગે યાર્ડ સતાધીશોએ નજર રાખવી જરૂ રી બને અને વળી આ બધી બાબતોનો રેકોર્ડ રાખવામાં આવે તો જ ખેડુતોની વિશ્ર્વસનીયતા વધે આ માટે તંત્ર યાણર્ડ સતાવાળાઓ વેપારીઓ તથા ખેડુતો સાથે બેસી વ્યવસ્થા ગોઠવી શકે ફકત સરકારના આદેશથી જ યાર્ડ ચાલુ થઈ શકે નહીં! નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે રાજયનાં માર્કેટીંગ યાર્ડના વહીવટી માંધાતાઓ સાથે યોજેલી મીટીંગ બાદ ૧૫મીથી તમામ માર્કેટ યાર્ડો ચાલુ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

રાજયના મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વીનીકુમારે જણાવ્યું હતુ કે રવિ મોસમની લણણીના આ સમયમાં ખેડુતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે માર્કેટીંગ યાર્ડમાં સોશ્યલ ડીસ્ટીંગના નિયમો અને ભીડ ન થાય તેની તકેદરી રાખવાની રહેશે અને જિલ્લા રજીસ્ટારની આગેવાનીમાં રચવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિ માર્કેટીંગ યાર્ડના ધમધમાટ વચ્ચે સોશિયલ ડીસ્ટીંગ અને ભીડ નિયંત્રણના નિયમોનાં અમલ માટે દેખરેખ રાખશે.

જે ખેડુતોને પોતાનો માલ વેચવો હોય તેને પ્રથમ સમિતિમાં નોંધણી પોતાનો માલ વેચવો હોય તેને પ્રથમ સમિતિમાં નોંધણી કરાવવાની રહેશે અને ત્યારબાદ તેમને નિશ્ર્ચિત સમય અને તારીખે પોતાના માલમાં નમુના લઈને યાર્ડો ખોલાવી તેમના માલ વેચવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વ્યવસ્થાના કારણે યાર્ડમાં ભીડ નહિ થાય અને ખેડૂતો આપેલી તારીખે જ આવે તો સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો જળવાશે. ખેડુતોના નમુનાની ચકાસણી કર્યા બાદ વ્યાપારીઓ ઓર્ડર આપશે અને માલને માર્કેટીંગ યાર્ડમા લાવવાને બદલે વ્યાપારીઓને શકય હોય તો ખેડુતોના ખેતરેથી જ માલ ઉપાડવાની અથવાતો વેપારીના ગોડાઉન પર સીધો માલ પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેનાથી માર્કેટીંગ યાર્ડમાં ભીડ નહિ થાય તેમ અશ્ર્વીનીકુમારે જણાવી યાર્ડમાં કામ કરતા દરેક વ્યકિતને માસ્ક, ગ્લોઝ પહેરી મુલાકાતીઓના હાથ સેનીટાઈઝરથી ધોવડાવી તમામ વ્યકિતની તાપમાન ચકાસવાનું રહેશે.

  • રાજકોટ માર્કેટ યાર્ડ હજુ બંધ: ચેરમેન સખીયા શું કહે છે?

રાજય સરકારે ૧૫ એપ્રિલથી રાજયના તમામ માર્કેટીંગ યાર્ડ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ સ્થાનિક લેવલે કમિટિ આ અંગેની વ્યવસ્થાગોઠવી ખેડુતોને મુશ્કેલી ન પડે તે રીતે અગાઉ ખેડુતોનું રજીસ્ટ્રેશન કરી ખેડુતોના ખેત ઉત્પાદનોની વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવશે. આ અંગે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતુકે ખેડુતોનું રજીસ્ટ્રેશન કરી ખેત ઉત્પાદનો ખરીદવાની વાત છે. તેમાં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે ત્યારે ખેડુતોના રજીસ્ટ્રેશન કોણ કરશે? તે પહેલો સૌથી મોટા પ્રશ્ર્ન છે. આ વ્યવસ્થા ગોઠવાતા થોડો વિલંબ પણ થશે તેમજ આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડચાલુ થશય તેવા કોઈ સંજોગો નથી. એટલેકે આજે હજુ રાજકોટ માર્કેટીંગ યાર્ડ બંધ રહેવા પામ્યું છે.

આ વ્યવસ્થા ગોઠવવા જિલ્લા રજીસ્ટ્રાર આજે મીટીંગ બોલાવે તેમ ડી.કે. સખીયાએ જણાવ્યું છે. આ ઉપરાંત વેપારીઓએ ગામડે જઈ ખેત ઉત્પાદન ખરીદવાની વાત છે તેમાં ખેડુતોનું કોઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેતું નથી. વેપારીઓ સીધા જ ખેડુતોનો માલ ખરીદી શકશે તેમ પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

  • નાફેડે ટેકાના ભાવે કઠોળ, તેલીબીયાની ખરીદી શરૂ કરી ૧.૨૩ લાખ ટન કઠોળ, તેલીબીયા ખરીદયા

સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે ખેડૂતોને કઠોળ અને તેલીબીયાના મખલક ઉત્પાદન બાદ વેચાણમાં કોઇ તકલીફ પડે તે માટે સરકારે જરુરી વ્યવસ્થા ગોઠવી છે. કેન્દ્ર સરકાર દ્વારા નાફેરના માઘ્યમથી અત્યાર સુધી ૧.૨ લાખ ટન કઠોળ અને તેલીરીયાની ખરીદી કરી ૫૯૫ કરોડના આ વ્યવહારનો ૧૦ હજારથી અધિક ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ૧ર.પ કરોડ રૂ . ની ફાળવણી ૧.૭૧ લાખ ટન ચણા અને ૦.૮૭ લાખ ટન મસુરની ખરીદી ૧૩ રાજયોમાં લધુતમ ટેકાના ભાવે ૪૮૭૫ રૂ . કવીન્ટલ અને દેશના કુલ ઉત્પાદનના રપ ટકા માલ લધુતમ ટેકાના ભાવે ખરીદવાની નેમ રાખી છે. દેશના ગરીબોના ઉત્કર્ષ માટે કાર્યરત પ્રધાનમંત્રી  ગરીબ કલ્યાણ યોજનામાં અંતર્ગત રેશનકાર્ડ હોલ્ડરોને હવેથી સતત ત્રણ મહિના સુધી દર મહિને ૧ કિલો વિનામૂલ્યે કઠોળ આપવા માટે પપ૦૦ ટન કઠોળના જથ્થાની ફાળવણી કરી દેશને તમામ રાજયોને

મોકલી દેવામાં આવ્યા છે. સરકારે સત્તાવાર રીતે એવી ખાતરી આપી છે કે સૌથી વધુ પ્રોટીનના હાથવગા સ્ત્રોત એવા કઠોળ દેશના ગરીબ પરિવારને કોવિડ-૧૯ કટોકટી કે જેમાં રોગ પ્રતિકારક શકિત માટે ખુબ જ ઉ૫યોગી એવા કઠોળ સરળતાથી પ્રાપ્ત થઇ જાય એ માટે પ્રતિબઘ્ધ છીએ. સરકારે રાજયોને કઠોળ અને તેલીબીયાના ઉત્પાદન લગણી અને ખરીદ વેચાણ માટે ૯૦ દિવસની છુટ આપી છે કઠોળ અને તેલીબીયા પ્રોટીન અને વિટામીનના કુદરતી સ્ત્રોત હોય વળી, ખેડૂતો માટે રોકડીયા વળતર જેવા આ બન્ને પ્રકારના તમામ વાવેતર અને તેના ઉત્પાદનને નાફેટના માઘ્યમથી લધુતમ ટેકાના ભાવે કઠોળની ખરીદી શરુ કરી દીધી છે સરકારે ત્રણ મહિના સુધી દરેક ગરીબ પરિવારને રાશનમાં ૧ કિલો  કઠોળ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • સરકારને ટાણે જ એફસીઆઇનો વધારાનો ‘સ્ટોક’ કામ લાગ્યો

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા રાખવામાં આવેલો સ્ટોક સરકારને લોકડાઉનની સ્થિતિમાં ખુબ કામ આવ્યો છે. ૪ કરોડ ટન ઘઉં, ચોખા અને કઠોળનો જથ્થો  ખરીદવાનું ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા થયું હતું. ગત અઠવાડિયે શરૂ થયેલી આ કામગીરીના કારણે આગામી સમયમાં ૮૦ કરોડ ગરીબોની જઠરાગ્ની ઠારવામાં  મદદરૂ પ થશે. ગત સિઝન દરમિયાન ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉન અને વેરહાઉસમાં ચોખાનો મોટો જથ્થો એકઠો કરવામાં આવ્યો હતો. જુલાઈ મહિનામાં  સ્ટોક ૯ કરોડ ટન જેટલો પહોંચ્યો હતો. બફર માટેના નિયમો મુજબ ૪.૧ કરોડ ટન જથ્થો સંગ્રહ થઈ શકે છે. દરમિયાન ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જરૂ રીયાતના અનુસંધાને રખાયેલ સ્ટોક વર્તમાન સમયે ઘણો ઉપયોગી નિવડી રહ્યો છે. ફૂડ કોર્પોરેશન દ્વારા એકઠા કરાયેલા સ્ટોક પરથી કહી શકાય કે, જીવન જરૂ રી વસ્તુઓ બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.