Abtak Media Google News

ફિલ્મસિમ્બામાં પણ આંખ મારે વો લડકી આંખ મારે ના ન્યુ વર્ઝન પર રણવીરસારા થીરકતા જોવા મળશે

૨૧ મી ડિસેમ્બર ના રોજ રીલીઝ થનારી મૂવી ઝીરો માં લોકપ્રિય ગીત કાલી કાલી આંખે ગીત નું રીમેક વર્ઝન જોવા મળશે. આ ગીત શાહરૂખ ખાન ની ફિલ્મ બાઝીંગર નું છે.

Advertisement

ફિલ્મ બાઝીંગર શાહરૂખ ખાન નીફિલ્મી કારકિર્દી માં મહત્વ નું સ્થાન ધરાવે છે. કેમકે બોલીવુડ માં તેને બાઝીંગર થી જ લામ્બીં ઇનિંગ રમી શકવાની ટિકિટમળી હતી.

યે કાલી કાલી આંખે માં શાહરૂખ ખાનની સાથે કાજોલ છે. ત્યારથી જ બંને વચ્ચે તાલ મેળ સધાયો જે છેક ફિલ્મ દિલવાલે સુધી જોવા મળ્યો અને કદાચ આગળની ફિલ્મો માં પણ જોવા મળશે. બાઝીગરમાં કોરિયોગ્રાફી સરોજ ખાન ની છે.

કાલી કાળલી આંખે ના રીમેક માંશાહરૂખ ખાન ની સાથે કઈ હીરોઈન છે તે હજુ સુધી જાહેર કરવામા આવ્યું નથી. બાય ધ વે ઝીરો માં કિંગ ખાન ની સાથે કેટરિનાકૈફ અને અનુષ્કા શર્મા ની પણ મહત્ત્વની ભૂમિકા છે. ઝીરો તારીખ ૨૧ મી ડીસેમ્બરના રોજ રીલીઝ થઈ રહી છે.

આ ઉપરાંત ફિલ્મ સિમ્બામાં પણઆંખ મારે વો લડકી આંખ મારે ગીત નું રિમેક વર્ઝન જોવા મળશે. આ ગીત પર ફિલ્મ ના હીરો અને હીરોઈન રણવીરસિંહ સાથે સારા અલી ખાન થીરકતા જોવા મળે છે. ટીવી પર જોરદાર પ્રમોશન થઈ રહ્યું છે. ઓરિજનલ આ ગીત ફિલ્મ તેરે મેરે સપને નું છે.જેમાં અર્શદ વારસી અને તેની કો સ્ટાર હતી.

ટૂંક માં આવતા બન્ને શુક્રવારે એટલે કે ૨૧ મી અને ૨૮ મી તારીખે અનુક્રમે ઝીરો અને સિમ્બા જેવી મહત્વની ફિલ્મો રીલીઝ થઈ રહી છે.

શાહરૂખ ખાનને એક હિટ ફિલ્મની જરૂર છે. કેમકે તેની છેલ્લે રજૂ થયેલી ફિલ્મ જબ હેરી મેટ સેજલ નિષ્ફળતાને વારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.