Abtak Media Google News

બોલિવુડ એક્ટર ટાઈગર શ્રોફના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. ટાઈગર શ્રોફની સુપરહિટ ફિલ્મ ‘Baaghi’ ની સીકવલ Baaghi-2નું પોસ્ટર આજે રિલીઝ થઇ ગયું છે. જેના પ્રમાણે ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં ૨૭ એપ્રિલનાં દિવસે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના આ પોસ્ટરને જોઈ ખબર પડે છે કે, તેને અહેમદ ખાન ડિરેકટ કરશે અને સાજિદ નડિયાદવાલા તેને પ્રોડ્યુસ કરશે. તેની સાથે ફોકસ સ્ટાર સ્ટુડિયો ટાઈગર શ્રોફની આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરશે.

જો આ પોસ્ટરની વાત કરવામાં આવે તો તેમાં એક હ્યુષ્ટ-પુષ્ટ વ્યક્તિ પોતાના જમણા હાથમાં મોટી બંદૂક લઈને ઉભો છે અને તેના બીજા હાથમાં એક લાલ રંગનું કપડું બાંધેલું છે. હવે એવું પણ કહી નાં શકાય કે, આ વ્યક્તિ ટાઈગર શ્રોફ છે કે બીજું કોઈ. જો કે, એવું કહી શકાય કે આ વ્યક્તિ દમદાર છે. આ વ્યક્તિ સિવાય પોસ્ટરમાં નીચેથી ઉપર આવતું એક હેલીકોપ્ટર પણ દેખાઈ રહ્યું છે. પોસ્ટર જોઈ એવું કહી શકાય કે, ફર્સ્ટ બાગીની જેમ આ ફિલ્મ પણ દમદાર હશે. જેમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘બાગી’ માં શ્રદ્ધા કપૂરની સાથે ટાઈગર શ્રોફ હીરોના રોલમાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાગી ફિલ્મ બોક્સ ઓફિસ પર સક્સેસ થતા તેની સિક્વલ બનાવવાની જાહેરાત થઇ હતી. બાગી- ૨માં હીરો તરીકે ટાઇગર શ્રોફનું નામ ફાઇનલ છે. તમને જણાવી દઈએ કે, એક્ટર ટાઈગર શ્રોફે તેમની અપકમિંગ ફિલ્મ ‘મુન્ના માઈકલ’ માટે એક સોંગ શૂટ કર્યું છે. આ સોંગના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. ટાઈગર આ ફિલ્મના એક સોંગમાં પિતા જેકી શ્રોફને એક્ટિંગ ટ્રીબ્યુટ આપવાના છે. હીરોપંતી અને બાગી પછી ટાઈગર શ્રોફ અને ડિરેકટર સબ્બીર ખાનની જોડી આ ફિલ્મમાં એકવાર ફરીથી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૭ જુલાઈએ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન પણ નજર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.