Abtak Media Google News

શનિવારથી ચોગ્ગા છગ્ગાની રમઝટ આઈપીએલ-૨૦૧૮નો આરંભ

૮ ટીમો વચ્ચે દેશના ૯ શહેરોના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જામશે આઈપીએલ ટાઈટલ હાંસલ કરવા જંગ: ૫૧ દિવસ સુધી ચાલનારા ક્રિકેટના મહાકુંભમાં ૬૦ મેચ રમાશે: ૨૭મી મેએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફાઈનલ :ચૈન્નઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની વાપસી બાદ આઈપીએલનો રોમાંચ વધ્યો

Ipl Story 647 090617121623 0

બીસીસીઆઈની હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમીયમ લીગની ૧૧મી સીઝનનો આગામી શનિવારથી રંગારંગ પ્રારંભ થઈ રહ્યો છે. ૭ એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગત વર્ષની ચેમ્પિયન્સ ટીમ મુંબઈ ઈન્ડિયન અને ચૈન્નઈ સુપરકિંગ વચ્ચે ઓપનીંગ મેચ રમાશે.

Kxip 1

શનિવારે સાંજે ૬ કલાકે ઓપનીંગ સેરેમની સાથે આઈપીએલ-૨૦૧૮નો રંગારંગ પ્રારંભ થશે. ૫૧ દિવસ સુધી દેશના ૯ શહેરોના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટોચની ૮ ટીમો વચ્ચે ૫૬ લીગ મેચ, બે કવોલીફાડ મેચ, એક એલીમીનેટર મેચ અને ફાઈનલ મેચ સહિત કુલ ૬૦ મેચ રમાશે.બે વર્ષના પ્રતિબંધ બાદ ચૈન્નઈ સુપરકિંગ અને રાજસ્થાન રોયલની વાપસી બાદ આઈપીએલનો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વખતે આઈપીએલનું થીમ સોંગ ‘ યે ખેલ હૈ વીર જવાનો કા, અલબેલો કા, મસ્તાનો કા ઈસ ખેલ કા યારો કયાં કહેના’ છે. વિશ્ર્વભરના ટોચના ક્રિકેટરોની બેટીંગ અને બોલીંગ નિહાળવા માટે કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.Mi 1

બીસીસીઆઈની હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમીયમ લીગ ૧૦ વર્ષ બાદ પણ ક્રિકેટ પ્રેમીઓમાં એટલી જ લોકપ્રિય છે. આઈપીએલ દરમિયાન ભારતમાં સતત બે માસ સુધી જાણે ઉત્સવની ઉજવણી થતી હોય તેવો અલહાદક માહોલ જોવા મળે છે. મેચ ફિકસીંગ સહિતના વિવાદો બાદ આઈપીએલની લોકપ્રિયતામાં ઓટ આવી જશે તેવું ક્રિકેટ પ્રેમીઓ માની રહ્યા હતા પરંતુ દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓએ આ રમતને પોતાના દિલો દિમાંગમાં અડિખમ સ્થાન આપી દીધું હોય તેવું લાગી રહ્યું છે.Rcb 1

પ્રતિબંધ બાદ આ વર્ષે ચૈન્નઈ સુપરકિંગ અને રાજસ્થાન રોયલની વાપસી થઈ છે. આ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી ડેર ડેવિલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, કોલકતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર બેંગ્લોર, સનરાઈર્સ હૈદરાબાદ સહિત કુલ ૮ ટીમો વચ્ચે આઈપીએલ-૨૦૧૮નું ટાઈટલ જીતવા માટે રોમાંચક જંગ જામશે. મુંબઈ, દિલ્હી, કોલકતા, હૈદરાબાદ, ચૈન્નઈ, જયપુર, બેંગ્લુરુ, ઈન્દોર અને મોહાલી સહિત દેશના ૯ શહેરોમાં આઈપીએલ-૨૦૧૮ અંતર્ગત કુલ ૬૦ મેચ રમાશે. ૨૨મી મે સુધી લીગ રાઉન્ડ ચાલશે.Rr 1

ત્યારબાદ ૨૩મી મેના રોજ મુંબઈ ખાતે કવોલીફાઈડ-૧ રમાશે. ૨૫મી મેના રોજ એલીમીનેટર અને ૨૬મી મેના રોજ કવોલીફાઈડ-૨ મેચ રમાશે. આઈપીએલ-૨૦૧૮નો ફાઈનલ મેચ ૨૭મી મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચ રમાશે.  અત્યારસુધી રમાયેલી આઈપીએલની ૧૦ સિઝનમાં મુંબઈ ઈન્ડીયન્સ સૌથી વધુ ૩ વખત ટાઈટલ જીતી ચુકી છે.Srh 1

વર્ષ ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭માં  મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાં ચેમ્પિયન બની હતી આ ઉપરાંત ચૈન્નઈ સુપરકિંગ અને કોલકતા નાઈટ રાઈડર્સ બે-બે વખત આઈપીએલમાં ચેમ્પિયનશીપ હાંસલ કરી ચુકી છે. જયારે રાજસ્થાન રોયલ, ડેકન ચાર્જસ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ એક-એક વખત ચેમ્પિયનશીપ હાંસલ કરવામાં સફળ રહી છે. Csk 1

આઈપીએલની બે સિઝનમાં ચૈન્નઈ સુપરકિંગ અને રાજસ્થાન રોયલ્સ ટીમ પર પ્રતિબંધ મુકવામાં આવતા તેના સ્થાને ગુજરાત લાયન્સ અને રાઈઝીંગ પૂણે સુપર જાયન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત લાયન્સની ટીમનું હોમ ગ્રાઉન્ડ રાજકોટ રાખવામાં આવ્યું હોય.Dd 1

આઈપીએલની બે સીઝન દરમિયાન રાજકોટમાં આઈપીએલના ૧૦ મેચ રમાયા હતા. આ વખતે આઈપીએલની એક પણ મેચ રાજકોટને ફાળવવામાં ન આવતા ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. શનિવારથી આઈપીએલની ૧૧મી સીઝનનો પ્રારંભ થઈ રહ્યો હોય. દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ ફરી એક વખત ક્રિકેટના રંગે રંગાઈ જશે
Kkr 1 
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.